સુરતમાં સાલબતપુરા વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક શરૂ
20થી 25 અસામાજીક તત્વોએ ધમાલ મચાવી હતી
સમગ્ર ઘટના cctv ફુટેજમાં થઇ કેદ
સુરત: સાલબતપુરા વિસ્તારમાં નસવાડી પાસે ગઇકાલે રવિવારે મોડી રાત્રે 20થી 25 અસામાજિક તત્વોએ હાથમાં લાકડા, પાઇપ લઈ ધમાલ મચાવી હતી. આ વિસ્તારમાં આ ઘટના અવારનવાર થતી હોય છે. પરંતુ સ્થાનિક પોલીસ એટલે સલાબતપુરા પોલીસ(salabatpura police)નો ભય ના હોવાથી અસામાજીક તત્વો દ્વારા વારંવાર આવી ઘટનાઓને અંજામ અપાતો હોય છે.
લોકોમાં ભય ફેલાય એ રીતે કરાઈ ધમાલ
ગઇકાલે રવિવારે મોડી રાત્રે ફરીથી આવા અસામાજીક તત્વો દ્વારા લોકોમાં ભય ફેલાઈ તે રીતે ધમાલ મચાવામાં આવી હતી.
અસામાજીક તત્વો સામે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
સુરત સાલબતપુરા પોલીસ સ્ટેશન(salabatpura police station)માં અસામાજીક તત્વો સામે ફરિયાદ નોંધાવનાર ઈરફાન શેખ લકીર દ્વારા કહેવામાં આવ્યું કે, અમારા વિસ્તારમાં નસવાડી પાસે ગમે ત્યારે આવા અસામાજીક તત્વો દ્વારા લોકોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે. અમે આ પહેલા પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આવા અસામાજીક તત્વોને પોલીસની જાણ થતાં જ ભાગી જતા હતા, પરંતુ ફરી પાછા ગમે ત્યારે આવીને ગમે તે જગ્યા પર વાહનોમાં તોડફોડ કરવી, લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ગમે તે વ્યક્તિને કોઈ વાંકે માર મારવો એ રીતનો આવા અસામાજિક તત્વોનો આતંક રહે છે.
અમુક લુખ્ખા તત્વો દ્વારા હપ્તા ખોરીનું કામ પણ કરાઈ રહ્યું છે
અમુક લુખ્ખા તત્વો દ્વારા હપ્તા ખોરીનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. જો આનો કોઈ વિરોધ કરે તો તેને માર મારવામાં આવે છે અને ગઈકાલે રાત્રે ફરીથી આવા અસામાજીક તત્વો દ્વારા લોકોમાં ભય ફેલાય એ રીતે ધમાલ કરીને તોડફોડ કરાઈ હતી. જેને લીધે અમે લોકો આજે ફરી સાલબતપુરા પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાવી છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં થઈ કેદ
સાલબતપુરા વિસ્તારમાં રવિવારે મોડીરાત્રે અસામાજીક તત્વો દ્વારા ભય ફેલાવવા માટે લાકડા, પાઇપ લઈ તોડફોડ કરવામાં આવી હતી અને આતંક પણ મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઇ હતી.
આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે
આ સમગ્ર મામલે સાલબતપુરા પોલીસ સ્ટેશનના PI એમ.વી. કીકાણી દ્વારા કહેવામાં આવ્યુ છે કેે, આ વાતની જાણ મને કરવામાં આવી છે અને આની તપાસ અમારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા ઇન્વેસ્ટીગેેશન સ્ટાફને સોંપી છે અને આ અમારી ટીમ દ્વારા ફરિયાદી અને ત્યાંના લોકોની મદદથી લઈને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. હાલ અમારી પાસે બે નામ આવ્યા છે. જેેેમાં એક ઝુબેર માલિક અને વસીમ.આર.કે આ બધા જ ચોર ટોળકીઓના બાતમીદારો છે એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં તપાસ ચાલી રહી છે.