ETV Bharat / city

બારડોલી નજીકથી 15 લાખના વિદેશી દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ

author img

By

Published : Sep 19, 2020, 11:06 PM IST

સુરત રેન્જ આઈજીની ઓપરેશન ગૃપની ટીમે બારડોલીના હિંડોલીયા ગામની સીમમાં આવેલ હોટેલમાં પાર્ક કરેલા આઈશર ટેમ્પોમાંથી કાથાની દોરીની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 25.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

news
gujarat police

સુરત: સુરત રેન્જ આઈજીની ઓપરેશન ગૃપની ટીમે ફરી એક વખત બારડોલી પોલીસ સ્ટેશનની હદમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પાડતા બારડોલી પોલીસ ફરી એક વખત ઊંઘતી ઝડપાઇ છે. હિંડોલીયા ગામે હોટેલના પાર્કિંગમાં પાર્ક કરેલ આઈશર ટેમ્પોમાંથી રૂ.15.13 લાખના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી.

સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમ બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, બારડોલી તાલુકાના હિંડોલીયા ગામની સીમમાં નેશનલ હાઇવે 53 પર આવેલ હોટેલની સામે પાર્કિંગમાં એક આઈશર ટેમ્પો પાર્ક કરેલો છે. જેમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલો છે.

જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો માર્યો હતો. ટેમ્પોની અંદર કાથાની દોરીની આડમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી 9 હજાર 912 બોટલ કિંમત રૂ. 15 લાખ 13 હજાર 200 કબ્જે કરી હતી. આ ઉપરાંત પોલીસે ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડ મળી 25 લાખ 53 હજાર 100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ટેમ્પો ચાલક મોઈનુંદ્દીન ગુલામ મોહમ્મદની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ ભરાવનાર આલમ અને મંગાવનાર દિનેશને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.બારડોલીમાં અગાઉ પણ આર આર સેલ અને ઓપરેશન ગ્રુપની ટીમે દારૂ અને જુગારના અડ્ડાઓ પર રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું હોવા છતાં બારડોલી પોલીસ ઊંઘતી જોવા મળી રહી છે. ત્યારે બહારની એજન્સીઓ રેડ કરી બારડોલી પોલીસની પોલ ખુલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.