ETV Bharat / city

તક્ષશિલા અગ્નિકાંડ: ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનરને કેન્દ્ર માનવાધિકાર કમિશન દ્વારા નોટિસ - પોલીસ કમિશનર

તક્ષશિલા અગ્નિકાંડ ફરિયાદ મુદ્દે 'કેન્દ્ર માનવ અધિકાર કમિશન' દ્વારા તારીખ 30 ઓગસ્ટ, 2020ના રોજ પત્ર જારી કરીને સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પાસે વધુ વિગત રજૂ કરવા આદેશ આપ્યો છે. જે નોટિસની નકલ અરજદાર સંજય ઇઝાવાને પણ મોકલીને કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી.

તક્ષશિલા અગ્નિકાંડ
તક્ષશિલા અગ્નિકાંડ
author img

By

Published : Aug 31, 2020, 10:28 PM IST

સુરત: ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશ્નરને કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા નોટિસ આપી છે. તક્ષશિલા અગ્નિ કાંડ પ્રકરણ માં 6 અઠવાડિયાની અંદર અહેવાલ રજુ કરવા તાકીદ કરી છે અથવા નહીતર રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલામાં ચાલતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભારે આગને કારણે 22 વિદ્યાર્થીઓના મોત થયેલ હતા. જે અંગે ગુજરાતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા 29 મેં 2019 ના રોજ માનવ અધિકારમાં ઓનલાઇન ફરિયાદ કરીને 22 વિદ્યાર્થીઓ અને એમના પરિવાર સાથે થયેલ માનવ અધિકાર ભંગ સામે ગુન્હો નોંધીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી.

તક્ષશિલા અગ્નિકાંડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનરને કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા નોટિસ

તારીખ 25 ઓક્ટોબર 2019 ના રોજ કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા ફરિયાદને ધ્યાનમાં લીઇ નીચે મુજબ નિર્દેશો કરવામાં આવ્યા હતા:

  • સંબંધિત અધિકારીએ ફરિયાદની એક નકલ અને કરેલ કાર્યવાહી સાથે ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.
  • સંબંધિત અધિકારીઓ પણ કમિશનને ધ્યાન દોરવાનું રહશે કે, સંબંધિત રાજ્ય માનવાધિકાર આયોગ તરફથી જો કોઈ સૂચના, હુકમ વગેરે હોય તો, ત્વરિત તે બાબતે તેમના દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી હુકમની નકલ 4 અઠવાડિયામાં કમિશનને મોકલવાની રહેશે.
  • ફરિયાદની એક નકલ સંબંધિત રાજ્ય માનવાધિકાર આયોગના સચિવને પણ મોકલી આપવાની રહેશે અને તેઓને આ કમિશનને 4 અઠવાડિયાની અંદર ત્વરિત આ બાબતે લેવાયેલી નોંધની તારીખ, જો કોઈ હોય તો, જાણ કરવાની તાકીદ કરી છે.
  • સુરત પોલીસ કમિશનર દ્વારા કમિશનના નિર્દેશોના અનુસંધાનમાં સુરત, તા. 9-2-2020ના રોજ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં જણાવાયું છે કે, 11 આરોપીઓ સામે ચાર્જશીટ ઘડવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ કેસ અંગે વધુ તપાસ થઈ રહી છે. આ રિપોર્ટ કમિશન દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો છે.
  • મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તારીખ 8-7-2020ના રોજની સુપરત કરવામાં આવેલા અહેવાલોની નોંધ લીધી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત તરફથીના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
  • C.R.No. 246/2019ના તક્ષશિલા અગ્નિકાંડની તપાસની વર્તમાન સ્થિતિ નોંધાવવા સૂચના કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા સુરત પોલીસ કમિશનરને આપવામાં આવી છે. સરથાણા PSI દ્વારા 6 સપ્તાહની અંદર કલમ 304, 308, 114 હેઠળ નોંધાયેલ IPCની કલમ 465, 476, 468, 471 પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
  • કેન્દ્ર માનવ અધિકાર કમિશન, રજિસ્ટ્રી દ્વારા મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, સુરત જિલ્લાને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, 6 અઠવાડિયાની અંદર અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલો અહેવાલ રજૂ કરવાનો રહેશે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાંથી મ્યુનિસિપલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ નિષ્ફળ થશે, તો બન્ને અધિકારીઓને કમિશન આગળ પોતે હાજર નહીં રહેવા માટેની જોગવાઈ PHR એક્ટ, 1993ની કલમ 13 મુજબ રદ્દ કરવામાં આવશે.
  • આ મામલે પંચ દ્વારા નિર્દેશિત સંપૂર્ણ અહેવાલ તારીખ 21/10/2020 સુધીમાં કમિશને મોકલવામાં આવે, જેથી કમિશન આગળની કાર્યવાહી કરી શકે.

જાણો શું છે તક્ષશિલા અગ્નિકાંડ?

25 મે, 2019 : સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગી ભીષણ આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ

સુરતઃ શહેરના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી 22 વિદ્યાર્થીના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે, બાળકો પોતાના જીવ બચાવવા માટે છલાંગ લગાવી હતી. આગ લાગતા અંદાજે 10 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

આ ભયાનક આગ દુર્ઘટનાના સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા હતા. તો મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણી પણ ઘટના સ્થળે પહોંચી દુ:ખ વ્યકત કર્યું હતું. તેમજ મૃતકોને 4 લાખની સહાય જાહેર કરી હતી. આ ઉપરાંત તપાસના આદેશ આપ્યા હતા. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. સાથે જ ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ અને સહાય કરવા માટે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.