સુરતઃ SVNITના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સના રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના વિવિધ 31 પ્રોજેક્ટો (SVNIT National State Level Projects) કાર્યરત્ છે. તે માટે 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેમાંથી 6.42 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવામાં (SVNIT Students Professors Project) આવી છે. પ્રોફેસરોએ સંશોધન દ્વારા જે વસ્તુઓ બનાવી છે તેવી 71 વસ્તુઓની પેટન્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો- મોરબીમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે કૌશલ વિકાસ યોજનાના ત્રીજા તબ્બકાનો પ્રારંભ
SVNITને 31 પ્રોજેક્ટ 6.42 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ
SVNITના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સના આ પ્રોજેક્ટ (SVNIT Students Professors Project) 1 વર્ષથી લઈને 6 વર્ષ સુધીના છે. તેમાંથી 6.42 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવામાં (Grant for SVNIT) આવી છે. આમાં આ વર્ષે કેમ્પસ જોબ પ્લેસમેન્ટમાં (SVNIT Campus Job Placement) 1,080માંથી 683 વિદ્યાર્થીઓને જોબ મળી છે.
આ પ્રોજેક્ટો એક વર્ષથી લઈને છ વર્ષ સુધીના છે
આ બાબતે SVNITના કાર્યકારી ડિરેક્ટર પ્રો. ડો. આર. વી. રાવે જણાવ્યું હતું કે, પહેલી જાન્યુઆરી 2021થી 21 ફેબ્રુઆરી 2022 સુધીમાં પ્રોફેસર્સને એક પ્રોજેક્ટ 5 દેશોના સહયોગ સહિતના 31 મળ્યા છે. 31 પ્રોજેક્ટ માટે 25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી વિવિધ રિસર્ચ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સરકાર તરફથી 6.42 કરોડ રૂપિયાની ગ્રાન્ટ (Grant for SVNIT) મળી છે.
આ પણ વાંચો- કોવિડ-19 મહામારીમાં પણ આણંદ કૃષિ યુનિવર્સિટીના MBAના વિદ્યાર્થીઓનું 100 ટકા પ્લેસમેન્ટ
બિટેકના 700માંથી 525 વિદ્યાર્થીઓને જોબ મળી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેમ્પસ ઈન્ટરવ્યૂમાં એમ.ટેક કરતા બી.ટેક વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધી છે. કેમ્પસ જોબ પ્લેસમેન્ટમાં (SVNIT Campus Job Placement) 150 કંપનીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે કેમ્પસ જોબ પ્લેસમેન્ટમાં (SVNIT Campus Job Placement) બી.ટેકના 700માંથી 525 વિદ્યાર્થીઓને જોબ મળી હતી. આમાં વિદ્યાર્થીઓને 3 લાખથી 51 લાખ રૂપિયા સુધીના પેકેજ મળ્યા હતા.
એમટેકમાં 380માંથી 158 વિદ્યાર્થીઓને મળી જોબ
એમ.ટેકમાં કેમ્પસ જોબ પ્લેસમેન્ટમાં (SVNIT Campus Job Placement) 380માંથી 158 વિદ્યાર્થીઓને જોબ મળી હતી. આમાં 2 લાખથી 18 લાખ રૂપિયા સુધીના પેકજ મળ્યા હતા. મે મહિના સુધી જોબ પ્લેસમેન્ટ (SVNIT Campus Job Placement) ચાલશે. વિદ્યાર્થીઓના હિત માટે દેશ વિદેશની સંસ્થાઓ સાથે 69 MoU કર્યા છે. SVNITના પ્રોફેસર્સે સંશોધન દ્વારા જે વસ્તુઓ બનાવી છે તેવી 71 વસ્તુઓની પેટન્ટ કરવામાં આવી છે.