- કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપમાં મહત્વનો નિર્ણય
- ત્રણ ટર્મથી ચૂંટાતા અને 60 વધુ ઉંમરનાને ટિકિટ નહિ
- પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી મેયર પણ આ લિસ્ટમાં
સુરત : શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણય મુજબ સુરતના ત્રણ ટર્મથી કોર્પોરેટર રહી ચૂકેલા 13 અને 60 થી વધુ ઉંમરના 15 જેટલા કોર્પોરેટરો આ વખતે ચૂંટણી લડી શકશે નહિ. સૌથી અગત્યની વાત આ છે કે, આ વખતે પૂર્વ મેયર જગદીશ પટેલ અને પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ નું નામ સામેલ છે.
ત્રણ ટર્મથી ચૂંટાતા અને 60 વધુ ઉંમરનાને ટિકિટ નહિ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે, 60 વર્ષથી ઉપરના અને સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આગેવાનો અને સંગઠનમાં પદ ધરાવતા નેતાઓના પરિવારજનોને ટિકિટ આપવામાં આવશે નહિ. જેના કારણે સંગઠનમાં છેલ્લા ઘણા સમયથી કર્તવ્યનિષ્ઠાથી કામ કરી રહેલા કાર્યકર્તાઓ માં રોષની લાગણી છે. જો કે, અત્યાર સુધી તેઓએ જાહેર કર્યું નથી.
કાર્યકરો અને કોર્પોરેટરોમાં નિરાશાનો માહોલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું છે કે, તેઓ ત્રણ ટર્મથી ચૂંટાઈને આવતા કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપશે નહીં અને જેઓનીઉંમર 60 થઈ ગઈ છે તેઓ પણ આ વખતે ચૂંટણી લડી શકશે નહિ. જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ક્યાંકને ક્યાંક ભાજપ કાર્યકરો અને કોર્પોરેટરોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.