- સુરતના પ્રાણીસંગ્રાહાલયની આવકમાં મોટો ઘટાડો
- પ્રાણીસંગ્રાહાલયની આવકમાં દોઢ કરોડના ઘટાડો
- માત્ર 3 જ મહિના માટે ખોલવામાં આવ્યું હતું પ્રાણીસંગ્રાહાલય
સુરત : સરથાણા પ્રાણી સંગ્રહાલયને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ કોરાનાને કારણે પ્રાણી સંગ્રહાલય બંધ રખાવામાં આવ્યું છે, જેને લઇને ગત વર્ષ કરતાં આવકમાં દોઢ કરોડથી પણ વધુનો ઘટાડો થયો છે.
કોરોનાને કારણે પ્રાણીસંગ્રાહાલયની આવકમાં ઘટાડો
માર્ચ 2020માં કોરોના શરૂ થયો ત્યારથી પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે કોરોના સંક્રમણ ઓછું થયું ત્યારે બે મહિના માટે પ્રાણી સંગ્રાહાલય શરૂ કરાયું હતું પરંતુ કોરોનાનો બીજો ફેસ આવતા જ ફરી માર્ચ મહિનાથી પ્રાણી સંગ્રહાલય બંધ કરાયું હતું. હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા હવે સુરતમાં પણ પ્રાણીઓ સુરક્ષાને લઇને તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉનાળામાં માતા-પિતા બાળકોને લઈને પ્રાણીસંગ્રાહાલયમાં આવતા હોય છે પણ કોરોના મહામારીને કારણે લોકોની અવરજવર ન હોવાથી આવકમાં મોટો ફટકો પડયો છે.
આ પણ વાંચો : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 2 સિંહણોએ 8 સિંહબાળને જન્મ આપ્યો
માત્ર 40 લાખનું કલેક્શન થઈ શક્યું
આવક અંગે પ્રાણીસંગ્રહાલયના ઇન્ચાર્જ ડોક્ટર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે વિઝિટર્સના કારણે જૂને આશરે બે કરોડની આસપાસની આવક થતી હતી પરંતુ તેની સામે ગત વર્ષે માત્ર ત્રણ મહિનામાં માટે જ પ્રાણીસંગ્રાહાલય ખોલી શકાયું હતું જેથી માત્ર 40 લાખનું કલેક્શન થઈ શક્યું છે.