સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કાર્તિક નાગજી જીવાણીએ UPSC પરીક્ષામાં 94મો અને ગુજરાતનો પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. જો કાર્તિકને IAS કેડર મળશે તો એ સુરતનો પ્રથમ IAS બનશે. અત્યાર સુધી વેપાર માટે જાણીતા શહેરમાં કોઈ પણ વ્યક્તિ IAS નથી થયો. કાર્તિક IIT મુંબઈથી મેકૅનિકલમાં બી.ટેક થયો છે. આ કઠિન પરીક્ષા પાસ કરવા પ્રેરણા અંગે કાર્તિકે જણાવ્યું હતું કે, ‘1994માં જ્યારે સુરતમા પ્લૅગ આવ્યો હતો. તે સમયે સુરતમાં કોઈ ડૉક્ટર પણ હાજર ન હતું જે મારી મમ્મીની પ્રસુતિ કરાવી શકે. બહુ મુશ્કેલીથી મારો જન્મ થયો હતો અને એ પછી સુરત બદલાયું. લોકો સુરતને ગંદુ સુરત નહિ સ્વચ્છ સુરત તરીકે ઓળખતા થયા.. જેની પાછળ સુરતના તત્કાલીન એસ આર રાવની મહેનત હતી. તેઓ મારી માટે આદર્શ છે.’
કાર્તિકે વધુમાં જણાવ્યું હતું કે, તે સમયના મ્યુનિસિપલ કમિશ્નર એસ.આર. રાવ હતા તેવી વાતો મેં સાંભળી હતી. ત્યારથી મનમાં હતું કે આવા આધિકારી શહેર અને સમાજ બદલી શકે છે. એ સમયથી ઈચ્છા હતી આ દિશામાં અને હું જયારે મુંબઇ ભણવા ગયો ત્યારે UPSC વિષે વધુ વિગત મેળવી અને તૈયારી કરી હતી.
કાર્તિકે 2017માં પ્રથમ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. છેલ્લા 3 વર્ષની આકરી મેહનત પછી એનું સફળ પરિણામ અને તે પણ રેન્કમાં આવ્યું એનાથી તે ખુબ ખુશી અને સંતોષની લાગણી અનુભવે છે. કાર્તિકની સફળતાને લઈ પરિવાર પણ ખૂબ જ ખુશ છે. પિતા લેબોરેટરીમાં કાર્યરત છે અને પુત્રની ઉપલબ્ધી અનવ સફળતાને લઈ તેણે વર્ણવા તેમની પાસે કોઈ શબ્દ નથી.