- સુરતના બુટલેગરનો એક વીડિયો વાયરલ થયો
- હત્યાના ગુન્હામાં જામીન મેળવ્યા બાદ થયું સ્વાગત
- પોલીસે બુટેલગરની કરી ધરપકડ
સુરત: શહેરમાં ગઈકાલે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. હત્યાના આરોપમાં સજા ભોગવીને જામીન બાદ ઘરે પરત ફરતા ગુન્હેગારનુ ફટાકડા ફોડીને સ્વાગત થયું હતું જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો વાયરલ
શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા સપના પાન સેન્ટર નજીક આવેલી આકાર રેસિડેન્સીમાં હત્યાના ગુનાના આરોપીને જેલમાંથી જામીન મળ્યા બાદ તેનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યા હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કારમાં બેસાડીને સ્વાગત કરવામાં આવી રહેલાનું નામ કૈલાસ પાટીલ છે તે માથાભારે બુટલેગર છે.
આ પણ વાંચો : Wimbledon 2021: ભારતીય મૂળના સમીર બેનર્જીએ રચ્યો ઇતિહાસ,જુનિયર બોયઝનું ટાઇટલ જીત્યું
આતશબાજી કરીને કરવામાં આવ્યું સ્વાગત
કૈલાશ પાટીલ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. બે દિવસ પહેલા હત્યાના ગુનામાં જામીન મળ્યા બાદ તેઓના મિત્ર દ્વારા લિંબાયત વિસ્તારમાં કારમાં બેસાડી ફટાકડાની આતશબાજી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો જેલમાંથી છૂટ્યા બાદ ફરી તેઓના વિસ્તારમાં ખોફ જમાવવા આવી રીતે સરઘસ નિકાઢી પોલીસનો ખોફ ન હોય એવી રીતે પોતાનો ધાક જમાવી રહ્યા છે.
આ પણ વાંચો : ડાકોરમાં બુટલેગરે ધંધાની અદાવત રાખીને બીજા બુટલેગર પર કર્યો હુમલો
પોલીસે આરોપી કૈલાશ પાટીલની ધરપકડ કરી
હત્યાના આરોપી જેલમાંથી છૂટ્યા બાદ જાહેર માં ફટાકડા ફોડી આતશબાજી કરી સ્વાગત કરવામાં આવતા લિંબાયત પોલીસે વીડિયોના આધારે આરોપી કૈલાસ પાટીલ વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.