સુરત : સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બેરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનારા વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની (Surat Water Problem) અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં (Tapi River Barrage) મળતી હતી .જેના કારણે કરોડો લિટર પાણી સમુદ્રમાં ઠલવાઇ જતું હતું .ખાસ કરીને મોનસુન સમયમાં પીવાલાયક પાણી સમુદ્રમાં જતું હતું. મોનસુનના પાણીને કઈ રીતે સ્ટોરેજ કરી શહેરીજનોને પીવાલાયક પાણી આપી શકાય તે વિચાર સાથે સુરત મહાનગરપાલિકા તાપી નદી પર કરોડોના ખર્ચે બેરેજ બનાવશે.
નવી કનેક્ટિવિટી શું છે - અંદાજે 972 કરોડ રૂપિયાના ખર્ચે આ નવી કનેક્ટિવિટી ઉભી (Surat Conventional Barrage Project) કરવામાં આવશે .જેથી કરીને સુરતના વિકાસ માટે મહત્વનું બની રહેશે. છેલ્લા 100 વર્ષના ડેટા એકઠા કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. સૂંઢથી ભાઠા વચ્ચે 1036 મીટરનો બેરેજ બનાવવામાં આવશે. જેમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. જેમાં એક ગેટ 15/7 મીટરનો એક ગેટ હશે અને તે દોઢ મીટર જેટલો પાણીમાં હશે.
આ પણ વાંચો : 10 હજારથી વધુ લોકોએ ફોર્મ ભરી પાણીના મીટરનો વિરોધ નોંધાવ્યો
10.52 લાખ ક્યુસેકના પૂર માટે ડિઝાઇન - સુરત મહાનગરપાલિકા (SMC Decision Regarding Water) કન્વેશનલ બેરેજ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં પૂર્ણની ચર્ચા સામે આવી છે. પહેલા તબક્કામાં દરેક પ્રકારના સર્વેની કામગીરી, રિપોર્ટ અને મંજૂરી મેળવવામાં આવશે. તો બીજા તબક્કામાં કન્સ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં સાડા ત્રણથી ચાર વર્ષમાં કામ પૂર્ણ કરીને ONM નક્કી કરવામાં આવશે. સાથે 100 વર્ષના ડેટા મુજબ 10.52 લાખ ક્યુસેકના પૂર માટે ડિઝાઈન તૈયાર કરશે.
આ પણ વાંચો : સુરત પાણી મીટર વિવાદઃ કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપના સભ્ય અને સમિતિ અધ્યક્ષનો કર્યો ઘેરાવ
10 કિમીનું મીઠા સરોવરનું તળાવ - સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી કન્વેશનલ બેરેજ થકી રૂઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 1700 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેક્ટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે. તાપી નદી 12 માસે મીઠા પાણીથી ભરાયેલા રહેતા શહેરના ભૂગર્ભ જળની ક્વોલિટી સુધરશે. તેમજ બેરેજના કારણે તાપી નદીમાં બાકી રહી ગયેલા પાળા પણ બની જશે.