ETV Bharat / city

Surat To North India trains: ઉ.ભારતીય રેલ સંઘર્ષ સમિતિની ચીમકી, પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન

author img

By

Published : Dec 13, 2021, 10:45 PM IST

દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ભારતના 20 લાખ (north indian in south gujarat)થી વધુ લોકો રોજગારી મેળવે છે. ઉત્તર ભારતીય લોકોની સરખામણીમાં સુરતથી ઉત્તર ભારત જતી ટ્રેનો (Surat To North India trains)ની સંખ્યા ઘણી ઓછી છે, જેના કારણે લોકોને મુસાફરીને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણે ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ (uttar bharatiya rail sangharsh samiti) છેલ્લા 5 વર્ષથી સંઘર્ષ કરી રહી છે. પોતાની માંગોને લઇને ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિએ સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટર (surat railway station director)ને મળીને આવેદનપત્ર આપ્યું હતું.

Surat To North India trains: ઉ.ભારતીય રેલ સંઘર્ષ સમિતિની ચીમકી, પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન
Surat To North India trains: ઉ.ભારતીય રેલ સંઘર્ષ સમિતિની ચીમકી, પડતર માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન

  • ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
  • સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરનેને આવેદનપત્ર આપ્યું
  • સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં ઘણી ઓછી

સુરત: ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિ મંડળ (uttar bharatiya rail sangharsh samiti) દ્વારા સુરત રેલવે સ્ટેશન ડાયરેક્ટરને (surat railway station director) મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તમે જાણતા જ હશો કે દક્ષિણ ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર (industrial center of the country) છે, જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી (north indian in south gujarat) 20 લાખથી વધુ લોકો રોજગારી (employment in south gujarat) મેળવે છે, જેમના આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો (Surat To North India trains)ની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે. આ કારણે મુસાફરોને ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે, એટલું જ નહીં તેમનું શોષણ પણ થાય છે. આ હકીકતથી રેલવે તંત્ર પણ સારી રીતે પરિચિત છે.

5 વર્ષથી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ કરી રહી છે સંઘર્ષ

ઉત્તર ભારતની રેલ સમસ્યા (rail problem of north india) માટે રચાયેલી ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ છેલ્લા 5 વર્ષથી સંઘર્ષ કરી રહી છે, જે અંતર્ગત 2 વિશાળ રેલી, સેંકડો જાહેર સભાઓ, રેલ રોકો આંદોલન, રેલવે પ્રધાન (railway minister of india)નો ઘેરાવ સહિત વિવિધ અધિકારીઓ સાથે મંત્રણા કરવામાં આવી છે. વિવિધ તબક્કે રેલવેના GM, DRM સાથેના પત્રવ્યવહાર બાદ રેલવે અધિકારીઓ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની સંયુક્ત બેઠક દરમિયાન સમિતિને રેલવે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, ઉધના-જલગાંવ ટ્રેક (udhana jalgaon railway track) ડબલ થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે.

કોરોનાના કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું

આ સમયગાળા દરમિયાન કોવિડ રોગચાળો આવવાના કારણે વહીવટીતંત્રની વિનંતીને પગલે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. સમિતિના સંયોજક અજીત તિવારી અને વરિષ્ઠ સભ્ય શાન ખાને જણાવ્યું હતું કે, રેલવે તંત્ર હવે સામાન્ય સંજોગોમાં પણ તેના ભરોસા પર ખરું ઉતરી રહ્યું નથી, તેથી ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ રેલવે તંત્રને વિનંતી કરે છે કે તેઓ દ્વારા અગાઉ આપેલા વચન મુજબ અમારી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરો અન્યથા અમારે ઉગ્ર આંદોલન (protest for trains) કરવા માટે મજબૂર થવું પડશે, જેની સમગ્ર જવાબદારી રેલવે તંત્રની રહેશે.

15 દિવસમાં સકારાત્મક જવાબ ન આવે તો કરશે આંદોલન

સમિતિના સહ-સંયોજક અનૂપ રાજપૂતે કહ્યું કે, અમે રેલવેને 15 દિવસનો સમય આપ્યો છે. જો 15 દિવસમાં કોઈ સકારાત્મક જવાબ નહીં મળે તો પછી અમે આંદોલનનો માર્ગ નક્કી કરીશું. સમિતિના પ્રતિનિધિમંડળમાં અજીત તિવારી, શાન ખાન, કામરાન ઉસ્માની, રોશન મિશ્રા, અજય બાબા, નરેન્દ્ર મિશ્રા, ધનંજય રાય, ઉમાશંકર મિશ્રા, આદિત્ય શુક્લા, મહાબલી રાજભર, વિવેક રાય, શશી દુબે, યોગેશ મિશ્રા, અવધેશ મૌર્યા, મહાદેવ વર્મા, ફુલચંદ વર્મા, રાહુલ પાંડે શામેલ હતા.

સમિતિની માંગણીઓ કઈ કઈ છે?

ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિની મુખ્ય માંગણીઓ (demands of uttar bhartiya sangharsh samiti)માં (1) સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન (new trains from surat to ayodhya) શરૂ કરવામાં આવે, જે સુરતથી વાયા ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, નૈની, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર થઈને અયોધ્યા પહોંચે. (2) સુરતથી પટના માટે નવી ટ્રેન (new train from surat to patna) શરૂ કરવામાં આવે, જે સુરતથી વાયા વડોદરા, રતલામ, ઉજ્જૈન, સુજાલપુર, બીના, ઝાંસી, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર, વારાણસી, દીનદયાલ ઉપાધ્યાય જંક્શન (din dayal upadhyay junction) થઈને પટના પહોંચે. (3) 09175 મુંબઇ સેન્ટ્રલ ભાગલપુર સ્પેશિયલ ટ્રેન (mumbai central to bhagalpur train)ને રેગ્યુલર કરવામાં આવે. (4) સુરતથી રાંચી ઝારખંડ માટે નવી ટ્રેન (new train from surat to ranchi jharkhand) શરૂ કરવામાં આવે. (5) 19063 ઉધના દાનાપુર એક્સપ્રેસ (udhna danapur express)ને દૈનિક કરવામાં આવે. (6) 19051 શ્રમિક એક્સપ્રેસ (shramik express surat)ને દૈનિક કરવામાં આવે. (7) 19053 સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ (surat muzaffarpur express)ને દૈનિક કરવામાં આવે. (8) 11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૂટનો વિસ્તરણ કરી તેને બાંદ્રા ગોરખપુર કરવામાં આવે, જેવી માંગણીઓ શામેલ છે.

આ પણ વાંચો: Corona Cases In Surat: રસીના સુરક્ષા કવચને કોરોનાએ ભેદ્યું, મોર્ડનાની ફાયઝર વેક્સિનના 3 ડોઝ લઇ ચૂકેલા વૃદ્ધ કોવિડ પોઝિટિવ

આ પણ વાંચો: Coonoor Helicopter Crash: CDS બિપિન રાવતના નિધનથી દેશ હતપ્રભ, સુરતમાં લોકોએ મુંડન કરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.