સુરત : સોશિયલ મીડિયા પર વાયરલ (Viral message of Surat Bjp) થઈ રહેલા મેસેજને કારણે સુરત ટેક્સટાઈલ માર્કેટ વિવાદોમાં (Surat textile market controversy) સપડાઈ છે. આ મેસેજ બાદ બજારમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. બીજી તરફ સુરત ટેક્સટાઈલ માર્કેટના હેડ અને ડાયરેક્ટરનું કહેવું છે કે ભાજપ તરફથી કોઈ ચેક માંગવામાં આવ્યો નથી. ભાજપના નેતાઓએ પણ આ વાતને નકારી કાઢી છે. સુરત નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી 24435 ચોરસ મીટર જમીન પર સુરત ટેક્સટાઈલ માર્કેટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ જમીન 1968માં 2.5 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે લીઝ પર (lease of Surat textile market) આપવામાં આવી હતી.વર્ષ 2018માં પૂર્ણ થનારી જંત્રીના ભાવ પ્રમાણે 127 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું કહેવામાં આવ્યું હતું. પાલિકાના નિર્ણય બાદ 31 માર્ચ સુધીમાં 4 હપ્તા ભરવા જણાવ્યું હતું.
બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે
એસટીએમમાં લગભગ 1033 દુકાનો છે અને દરેક દુકાનને લીઝ (lease of Surat textile market) માટે 5 લાખનો ચેક આપવાનો છે. પરંતુ વિવાદ શરૂ થયો કે વાયરલ થયેલા મેસેજમાં 5 લાખમાંથી 4 લાખનો ચેક એસટીએમ માર્કેટમાં અને 1 લાખ ભાજપના નામે માંગવામાં આવ્યો છે. આ અંગે જણાવતા સુરત ભાજપ પ્રવક્તા ડો જગદીશ પટેલે જણાવ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે, આ બધી અફવાઓ (Surat textile market controversy ) ફેલાવવામાં આવી રહી છે. આ ભાજપ અને માર્કેટનું નામ બદનામ કરવા માટે આવી મનઘડત વાર્તાઓ બનાવવામાં આવી રહી છે. કેટલાક સભ્યો લીઝના ભાવ વધારાથી અસંતુષ્ટ છે અને તેઓ આ લીઝને ફ્લોપ કરવા માટે આ બધું કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ મેસેજ (Viral message of Surat Bjp)ખોટો છે. પાંચ લાખ રૂપિયા લીઝ પર માંગવામાં આવ્યા છે. તેથી જ ભાજપને પાર્ટી ફંડ આપવું ખોટું છે.
આ પણ વાંચોઃ Polished diamond rate: પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરાયો
મોટો ભ્રષ્ટાચાર થયો છે
જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ (Former Congress corporator Aslam cyclewala) જણાવ્યું હતું કે આ (Viral message of Surat Bjp) મેસેજ દિનેશકુમાર રાઠોડ માર્કેટ મેનેજીંગ કમિટીના સભ્યના મોબાઈલથી કરવામાં આવેલ છે. જમીન સુરત મહાનગરપાલિકાની મિલકત છે.વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ તંત્ર 127 કરોડમાં 50 વર્ષ માટે (lease of Surat textile market) રિન્યૂ કરી હતી અને 2 વર્ષના ટુંકા ગાળાની અંદર જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના આદેશથી 99 વર્ષની લીઝ માટે કરવામાં આવ્યા.જેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આ મેસેજથી એટલી વાત સાબિત થાય છે.
આ પણ વાંચોઃ Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે