- સુરતના કાપડ માર્કેટને દિવાળીના દિવસો ફળ્યા
- એડવાન્સ વેપારમાં પણ 100 કરોડના સોદા થયાં
- દિવાળી મુહૂર્તમાં સારા સોદાને લઇ વેપારીઓ ઉત્સાહમાં
સુરતઃ શહેરમાં દર વર્ષે ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા દિવાળી મુહૂર્ત કરી પોતાના કાયમી કસ્ટમર સાથે માલસામાન લે-વેચ કરે છે. આ વર્ષે સુરતના કુલ 1200 ટેક્સટાઇલ માર્કેટોમાં ( Surat Textile Market ) 100 કરોડથી વધુનો વેપાર થયો હોય તેમ માનવામાં આવી રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ટેક્સટાઇલ વેપારીઓના વેપારમાં ખૂબ જ અસર પડી હતી. ટ્રાન્સપોર્ટ, ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ બંધ હતુ.. વેપારીઓને રોવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે સુરત જ નહીં પરંતુ દેશમાં કોરોનાના કેસ ઓછા હોવાને કારણે અને દિવાળી બાદ લગ્નની સિઝનને તૈયારીઓને લઈને વેપારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી આ વર્ષે દિવાળી મુહુર્તમાં ( Diwali Muhurt Business ) જ સુરત શહેરના વેપારીઓએ ફુલ 100 કરોડથી વધુનો વેપાર કર્યો છે.
વેપારીઓને દિવાળી ફળી
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ( Surat Textile Market ) સિલ્કસિટી માર્કેટના વેપારી અરવિંદ પાટડીયા કહ્યું કે આ વખતે ખૂબ જ સારો વેપાર થયો છે. ધનતેરસથી લઈને દિવાળીના લક્ષ્મીપૂજન ( Diwali Muhurt Business ) સમયમાં સુરત ટેકસટાઇલ માર્કેટના ઘણા બધા વ્યાપારીઓએ એક સાથે જ ઘણા બધા સોદાઓ કર્યા છે. કહી શકાય છે આગળ પણ સુરતના વેપારીઓને આ જ રીતે જ ઓડેરો મળતા રહેશે અને માલ સામાનનું સોદાઓ કરી સારી એવી એડવાન્સ રકમ મેળવી છે. અમે લોકો ફોન ઉપર જ બધી માહિતીઓ લઈને સામેવાળા વેપારી સાથે સોદો કરતા રહીએ છીએ.
આ વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ છે
મિલેનિયમ માર્કેટના વેપારી રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે દિવાળીના દિવસે મુહૂર્ત પરંપરા ( Diwali Muhurt Business ) વર્ષોથી ચાલતી આવી છે. અમે લોકોએ દિવાળી મુહૂર્ત માટે એડવાન્સમાં જ ઓર્ડર લઈને રાખ્યા હોય છે. કેટલા વેપારીઓ આ દિવસ માટે માલ સામાન પેક કરી મોકલી પણ આપવામાં આવે છે. મુહૂર્ત સમય દરમિયાન પણ વેપારી એક બીજાને પહેલાથી જ નક્કી હોય છે. એટલે કે મુહૂર્તના સમયે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવતી નથી અને આનાથી બંને બાજુના વેપારીઓને ફાયદો થાય છે.
આ પણ વાંચોઃ સુરતમાં પેટ્રોલના ભાવ દરેક પંપે અલગ અલગ, એસાર કંપનીમાં પેટ્રોલનો ભાવ 5 ગણો
આ પણ વાંચોઃ દિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT