સુરતઃ સ્ટેટ ટ્રાફિક પોલીસ વડાના આદેશથી આજથી રાજ્યભરમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ થવાની હતી. જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડા 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ કર્યો હતો, પરંતુ આ હેલ્મેટ ડ્રાઈવ અંગે રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, હાલ હાઇવે પર ડ્રાઈવ રાખવામાં આવી છે, પરંતુ શહેરમાં પણ કોઈ હેલ્મેટની કાર્યવાહી કરે તો પાબંદી નથી.
મહત્વનું છે કે, આ પહેલા સમગ્ર રાજ્યમાં હેલ્મેટ પહેરવાના કાયદાના કડક પાલન માટે ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના વડાએ 10 દિવસ એટલે કે 9થી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવ રાખવા માટેના આદેશ આપ્યો હતો. જો કે, હવે આ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ હાઇવે પર રાખવામાં આવી હતી.