સુરત: અત્યારના સમય દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં અનેક ઘરો જોવા મળી રહ્યા છે. જેવા કે વુર્ધો ઘર, માનસિકો માટે ઘર નિરાધાર લોકો માટે ઘર ત્યારે સુરત ગ્રામ્યમાં વધુ એક ઘર શરૂ થયું છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ ઘલુડી હેડ ક્વોટર્સ (Surat Rural Police started Ghodiya Ghar) ખાતે પાંચ જેટલા ઘોડિયા મૂકી ઘોડીયા ઘર શરૂ કર્યું છે.
આ પણ વાંચો: Urvashi Rautela Instagram Account: ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, ફેન્સે કહ્યું...
ત્રણ જેટલી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે ફરજ બજાવી રહી છે
આ પણ વાંચો: Punjab Assembly Election : બીજેપીએ અમરિન્દર, ધીંડસા સાથે ગઠબંધનની જાહેરાત કરી
આ ઘોડિયા ઘર શરૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે ઘલુડી હેડ ક્વોર્ટસમાં ફરજ બજાવતી મહિલાઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય, મહિલા પોલીસ કર્મીઓ સારી રીતે ફરજ નિભાવી શકે તે માટે આ ઘોડિયા ઘરની શરૂઆત કરવામાં આવી છે. ઘોડિયા ઘર દેખરેખ માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા માણસ પણ મુકવામાં આવ્યો છે. હાલ ઘલુડી હેડ ક્વોર્ટસમાં ત્રણ જેટલી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે ફરજ બજાવી રહી છે.