સુરત પાણીની સમસ્યા અંગે અવારનવાર સુરત મહાનગરપાલિકામાં (Surat Municipal Corporation) રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી આજે પુણા ગામના સોસાયટીના લોકો અને સ્થાનિક કોર્પોરેટરો સોસાયટીની અંદર રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
આપ પાર્ટીના નગર સેવકોનો આક્ષેપ શહેરના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં (Surat Puna Area Residents) પાણી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિક નગર સેવકો અને સોસાયટીના રહીશો દ્વારા રામધુન કરી વિરોધ (Protest over water issue in Surat) કરવામાં આવ્યો હતો. પાણી મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનો આક્ષેપ આપ પાર્ટીના નગર સેવકો દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Shahari Vikas Yojana : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણીનું સંકટ થશે દૂર ?
પાણીની સમસ્યા અંગે રજૂઆત શહેરના પુણા વિસ્તારના નારાયણ નગરના રહીશો દ્વારા પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષો વીતી ગયા છતાં પણ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી ન હોવાથી આખરે આજે નારાયણ નગર સોસાયટીના તમામ રહીશો અને વિશેષ કરીનેઆપ પાર્ટીના નગરસેવકોએ સોસાયટીમાં રામધુન કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો વડોદરા નાગરવાડા પાણીની સમસ્યા હલ ના થતા મહિલાઓ બની રણચંડી
અનેકવાર રજૂઆત પણ કામગીરી નહી આ વિરોધ પ્રદર્શનમાં આપ પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયા, શોભનાબહેન કેવડીયા અને સોસાયટીના રહીશો જોડાયા હતા. કોર્પોરેટર પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા મુદે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.