ETV Bharat / city

સુરત પોસ્કો,દુષ્કર્મ કેસમાં સરકારે પીડિતાઓને આર્થિક રીતે ચૂકવેલ રૂપિયા 3 કરોડ કરતા વધુની રકમ આરોપીઓ પાસેથી ચૂકવવા નોટિસ - Mischief

દિલ્હીમા નિર્ભયા કાંડ બાદ પીડિતાને સહાયની ચૂકવણીની રકમ ગૂન્હેગાર પાસેથી વસૂલવામાં આવે છે , આ બાબતે સુરતમાં 200થી વધુ કેદીઓને કોર્ટ દ્વારા રકમ ચૂકવણી અંગે નોટીસ આપવામાં આવી છે.

surat
સુરત પોસ્કો,દુષ્કર્મ કેસમાં સરકારે પીડિતાઓને આર્થિક રીતે ચૂકવેલ રૂપિયા 3 કરોડ કરતા વધુની રકમ આરોપીઓ પાસેથી ચૂકવવા નોટિસ
author img

By

Published : Aug 11, 2021, 9:18 AM IST

  • દુષ્ક્રર્મના આરોપીને કોર્ટ દ્વારા નોટીસ
  • 200થી વધુ આરોપીઓને મોકલવામાં આવી નોટીસ
  • 3.74 લાખની ચૂકવણી કરવા જણાવ્યું

સુરત: દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાઓને સરકારે ચુકવેલ રકમની વસૂલી કરવા કેદીઓને કોર્ટેએ નોટિસ આપી છે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા આર્થિક સહાય માટે રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હોય છે જ્યારે આ આર્થિક રકમની ભરપાઈ કરવા કોર્ટેએ 200 કરતા વધુ કેદીઓને નોટિસ પાઠવી છે અને 3.74 લાખની રૂપિયાની ચૂકવણી કરવા જણાવ્યું છે.

સહાય રકમની યોજના

નિર્ભયા પ્રકરણ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ભોગ બનનાર મહિલા પીડિતાને આર્થિક સહાય પેટે રકમ ચૂકવવા એક યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ દુષ્કર્મ, પોસ્કો,એસિડ અટેક સહિત મહિલા થતા અત્યારના કેસમાં આર્થિક પેટે રકમ ચૂકવવામાં આવે છે. સુરત શહેરમાં 2016 થી આજ દિન સુધી દુષ્કર્મ,પોસ્કોના ગુનામાં 3 કરોડ કરતા વધુ રકમ, ભોગ બનનાર પીડિતાને સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા ચૂકવેલી આ રકમ, ગુના આચરનાર 200 કરતા વધુ આરોપીઓ પાસેથી વસૂલી કરવા કોર્ટેએ જેલ ભોગી રહેલા આરોપીઓને નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો : OBC સૌથી મોટી વોટબેન્ક, હવે રાજ્યો જ્ઞાતિ આધારિત સમીકરણો સેટ કરશે

પીડિતાને આરોપી દ્વારા ચૂકવામાં આવે છે રકમ

સુરત જિલ્લાના સરકારી વકીલ ભદ્રેશ દલાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી ભોગ બનનારાઓને વળતર ચૂકવવા માટે એક યોજના બનાવવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સમાવેશ છે. ભોગ બનેલાઓને પુર્નવસન માટે વળતરની રકમ ચૂકવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં ભોગ બનનારાઓને રૂપિયા 3 કરોડ 74 લાખ જેટલી રકમ ચૂકવામાં આવી છે.

આ પણ વાંચો : રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર

પોક્સો એક્ટ સહિત વિવધ ગુનામાં મળે છે વળતર

સુરત જિલ્લામાં વળતરની રકમ ચૂકવવા માટે DLSA કમિટી દ્વારા ચૂકવવામાં આવે છે જેના ચેરમેન તરીકે સેશન અને ડીસ્ટ્રીક જજ હોય છે અને તેમાં સભ્યો તરીકે મુખ્ય જિલ્લા સરકારી વકીલ,DSP,SP કક્ષાના અધિકારીઓ નો સમાવેશ કરવામાં આવે છે તેઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરી નક્કી કર્યા મુજબ ભોગ બનનારને આર્થિક સહાય પેટે રકમ ચૂકવવામાં આવે છે. આ રકમ મહિલા,બાળકીઓ પર થતા પોસ્કો,દુષ્કર્મ, એસિડ અડેક,302,307 સહિતના ગંભીર ગુનામાં મહિલાઓને રકમ ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી આ રકમ જે તે કેસના આરોપીઓ પાસેથી વસુલ કરવામાં આવે છે. આરોપી પાસેથી રકમની વસૂલાત કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં 200 જેટલા કેસોના દાવા કરવામાં આવેલા છે જે હાલ પેન્ડિંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.