સુરતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસની જુદી-જુદી ટીમ ફૂટ માર્ચ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
CAAના વિરોધ પ્રદર્શને દેશના કેટલાક શહેરોમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવાર સાંજે અમદાવાદમાં પોલીસ પર થયેલા હુમલા બાદ શુક્રવારે સુરતના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં વહેલી સવારથી સુરત પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ સહિત અન્ય પોલીસ કર્મીઓ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે.
અમદાવાદમાં બનેલી હિંસક ઘટના બાદ સુરત પોલીસે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. એ સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. શહેરના રસ્તા પર પોલીસની હાજરીથી લોકો પણ પ્રભાવિત થયા છે. લોકોને પણ પોલીસની હાજરીના કારણે પોતાને સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.