સુરત : પોલીસને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ લાઈવ સ્ટ્રીમિંગ કેમેરા સ્માર્ટ સિટીના (Police Body Worn Camera) પોલીસ કર્મીઓને આપવામાં આવ્યા છે. ખાખી પર લાગેલા આ બોડી કેમેરા કારણે સુરતની ઘટના ડાયરેક્ટ ગાંધીનગર સુધી જોવા મળશે. ગેર કાયદેસર રીતે દંડ વસૂલી અને અનેકવાર પોલીસ-પ્રજા વચ્ચે ના થનાર રકઝક સહિત સુરક્ષા વ્યવસ્થા માટે ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો : Aravalli Netram Control Room: અરવલ્લીમાં ટ્રાફિક નિયમન અને ગુનાખોરી અટકાવવા નેત્રમની ઉત્કૃષ્ઠ કામગીરી
બોડી વોર્ન કેમેરાનો ઉપયોગનો ઉપયોગ ક્યાં થશે - આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમન વખતે, પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ, પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટીગેશન, રેડ, અને સભા સરઘસોમાં આ કેમેરા કઈ રીતે ઉપયોગી નીવડશે. જે અંગેની તાલીમ તેમજ લાઇવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવેલા છે. આ બોડી વોર્ન કેમેરા (Surat Police Worn Camera) પોલીસ એક્ટિવ અને સજાગતાથી પોતાની ફરજો બજાવવામાં મદદરૂપ થશે. તેમજ પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પ્રજાનું પોલીસ તરફના વર્તનમાં અને ઘર્ષણોમાં પણ આ બોડી વોર્ન કેમેરાની અસરકારક ભૂમિકા રહેશે.
આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીના ઘરે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
લાઇવ પ્રસારણ સીધુ ગાંધીનગર- વધુમાં જણાવ્યું હતું કે, આ બોડી વોર્ન કેમેરાનું મોનીટરીંગ (Body Warning Camera Monitoring) સતત જે-તે પોલીસ સ્ટેશન અને ટ્રાફિક બ્રાંચની તમામ રીજીયન કચેરી તરફથી કરવામાં આવશે. તેમજ એક્ષન-૩ કેમેરાનું લાઇવ પ્રસારણ (Body Warne Camera Live Broadcast) ગાંધીનગર ખાતેના કંટ્રોલરૂમમાં જોઇ શકાશે. આજરોજ લાઇવ કેમેરાનો ઉપયોગ ડેમો પુરતો કરવામાં આવશે, ત્યારબાદ આ બોડી વોન કેમેરાને “GO Live” કરી અસરકારક કામગીરી ચાલુ કરવામાં આવશે.