સુરત: શહેરમાં ભૂતકાળમાં બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા છેડતી સહિતના બનાવો સામે આવી ચુક્યા છે. બાળકીઓ પોતાનો બચાવ કરી શકે, સારા ખરાબ વિશે માહિતી મેળવી શકે તે માટે સુરત પોલીસ હવે જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે. સુરતમાં પોલીસ દ્વારા હવે શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી (Good Touch and Bad Touch information) આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ દુર્ઘટના ઘટે તો સ્વબચાવ કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ (surat police give self defense training) પણ પ્રોફેશનલ ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે.
ગુડ ટચ અને બેડ ટચની પણ જાણકારી અપાઈ
કતારગામ ખાતે આવેલી મારુતિ વિદ્યાલયમાં પણ આજે મંગળવારે સેલ્ફ ડિફેન્સ (self defense training) અને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી (Good Touch and Bad Touch information) પોલીસની ટીમ દ્વારા આપવામાં આવી હતી. શાળાઓના શિક્ષકો અને વાલીઓ દ્વારા પણ પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી છે.
એક પીરિયડ પણ રાખવામાં આવે
ચોકબજાર પોલીસ મથકના મહિલા PSI વી.એન.પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દુષ્કર્મના બનાવો સામે આવી ચુક્યા છે. બાળકીઓ છેડતીથી પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સ (self defense training) અને ગુડ ટચ અને બેડ ટચની માહિતી (Good Touch and Bad Touch information) આપવામાં આવી હતી. ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી રહી છે. અમારો પ્રયાસ છે કે શાળાઓમાં આ પ્રકારનો એક પીરિયડ પણ રાખવામાં આવે. જેમાં આ પ્રકારની ટ્રેનીંગ અને માહિતી પણ આપવામાં આવે. હાલમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ: વર્કશોપમાં 2,734 યુવતીઓએ તાલીમ લઇને રેકોર્ડ સર્જ્યો
આ પણ વાંચો: વડોદરામાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અંગે જાગૃત કરવા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન