ETV Bharat / city

જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાનના સિક્યુરિટી ગાર્ડ પિતાને સુરત પોલીસે ઢોર માર મારતા મોત

જમ્મુ કશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાનના સિક્યુરિટી ગાર્ડ પિતાને સુરત પોલીસે એટલી હદે ઢોર માર માર્યો કે, તેનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસના ડી-સ્ટાફે ત્રણ ‌દિવસ અગાઉ પ્રોહિબિશનના કેસમાં ઝડપેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર માર્યો હતો કે, તેના માથાની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું.

સિક્યુરિટી ગાર્ડને સુરત પોલીસે ઢોર માર મારતા મોત

author img

By

Published : Sep 6, 2021, 3:38 PM IST

  • વોચમેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
  • આ સમગ્ર મામલે એસીપીને તપાસના આદેશ અપાયા છે
  • મૃતકના પુત્ર જમ્મુ-કાશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે

સુરત: જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાનના સિક્યુરિટી ગાર્ડ પિતાને સુરત પોલીસે આટલી હદે ઢોર માર માર્યો કે, તેનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસના ડી-સ્ટાફે ત્રણ ‌દિવસ અગાઉ પ્રોહિબિશનના કેસમાં ઝડપેલા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને એટલી હદે માર માર્યો હતો કે, તેના માથાની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. આ અંગે એક અરજી વોચમેનના ભત્રીજાએ પોલીસ કમિશનરને કરી સમગ્ર પ્રકરણની તપાસ ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓને સોંપવા માંગણી કરી છે. જેમાં આ સમગ્ર મામલે એસીપીને તપાસના આદેશ અપાયા છે. તો બીજી તરફ વોચમેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શિવ‌સિંગ કુવર‌સિંગની વરાછા પોલીસે પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરી હતી

સુરતના નવાગામ-‌‌‌ડિંડોલી સ્થિત મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ ક‌મિશનર અજયકુમાર તોમરને અરજી કરી જણાવ્યું છે કે, વરાછા રોડ ખાતે એક ડાયમંડ ફેક્ટરીમાં વોચમેનનું કામ કરતા તેના કાકા શિવ‌સિંગ કુવર‌સિંગની વરાછા પોલીસે 1 સપ્ટેમ્બરના રોજ પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરી હતી. શિવસિંગને બીજા ‌દિવસે કોર્ટમાં રજૂ કરતા જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારબાદ તે વરાછા પોલીસ મથકેથી પોતાનો મોબાઇલ ફોન અને રૂપિયા 5 હજાર લઈ પરત ફેક્ટરી પર પહોંચતા તેમની ત‌બિયત લથડતા સારવાર માટે ‌સ્મિમેર હો‌સ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબોએ તેમની માથાની નસ ફાટી જવાથી બ્રેઇન હેમરેજ થયું હોવાનું તેમજ માર મારવાથી ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું. મૃતકના પુત્ર જમ્મુ-કાશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે તેઓ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના નિવાસી છે.

સિક્યુરિટી ગાર્ડને સુરત પોલીસે ઢોર માર મારતા મોત

ન્યાયની માંગણી અરજીમાં કરવામાં આવી

પોલીસ મથકેથી પરત ડાયમંડ ફેક્ટરી પર પહોંચ્યા બાદ ‌‌શિવ‌સિંગની ત‌બિયત લથડતા આ અંગે પ‌રિવારજનોને શંકા ઉપજી હતી. વરાછા પોલીસ મથકમાં જ ડી-સ્ટાફે તેમને માર મારતા આ સ્થિતી સર્જાઈ હોવાથી તે મામલે ઉચ્ચ પોલીસ અ‌‌ધિકારીઓ પાસે તપાસ કરાવી ન્યાયની માંગણી અરજીમાં કરવામાં આવી છે. અરજીમાં પોલીસ મથકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ઘણી હકીકતો સામે આવી શકે તેવું પણ જણાવ્યું છે. આરોપ છે કે, પોલીસે મૃતકના પરિવારજનો પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી પણ કરી હતી.

એસીપીને તપાસ સોપાઈ

આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા એસીપીને તપાસ સોપવામાં આવી હતી. જેથી એસીપી પટેલે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં પોલીસ સ્ટેશનમાં મોબાઇલ લેવા આવનાર શીવસિંગ 10 મિનીટ સુધી રોકાયો હતો અને ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ડાયમંડ ફેક્ટરી ખાતે ગયો હતો. ફેક્ટરીના સીસીટીવી ફુટેજ ચેક કરતા ત્યાં વોચમેન જોડે પણ વાત કરે છે અને તેની ખુરશી પર પણ બેસતા નજરે પડે છે, પરંતુ ત્યારબાદ શીવસિંગને કઇ રીતે બ્રેઇન હેમરેજ થયું તે તપાસનો મુદ્દો પોલીસને મુંઝવી રહ્યો છે.

કાકાનો મોબાઈલ અને 5000 રૂપિયા પણ આપ્યા નહોતા

બીજી બાજુ મૃતકના ભત્રીજા સતીશ તોમરે જણાવ્યું હતું કે, પોલીસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે, જામીન કોર્ટથી મળશે. કાકાના મોબાઈલ અને 5000 રૂપિયા પણ આપ્યા નહોતા. કાકાના પુત્ર આર્મીમાં છે અને હાલ તેઓ આવી ગયા છે જો પોસ્ટ મોર્ટમમાં ગડબડ થશે તો અમે અમારા વતન મધ્ય પ્રદેશ મુરેનામાં જઈ ફરીથી પોસ્ટમોર્ટમ કરાવીશું.

સારવાર દરમિયાન મોત

આ ઘટનામાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વોચમેન શિવ‌સિંગ કુવર‌સિંગનું નિધન થયું હતું. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પરિવારે હોસ્પિટલ બહાર હૈયફાટ રુદન પણ કર્યું હતું. પરિવારે આ સમગ્ર ઘટનામાં ન્યાયની માંગ કરવામાં આવી છે, ત્યારે આવનારા સમયમાં આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.