સુરત: શહેરના ઉદ્યોગકારોએ મળી આજે શહેર પોલીસ કમિશનર(Commissioner of Police surat) સમક્ષ શહેરમાં ચાલતા કપલ બોક્સ (couple box surat) અને સ્મોકિંગ પાર્લર બંધ કરવા રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે પોસાદરા યુવતીનો હત્યારો વેલન્જામાં કપલ બોક્સ (velanja surat couple box) ચલાવતો હતો. આજે નવયુવાધન કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર (Smoking Parlour Surat)માં બરબાદ થઈ રહ્યું છે. નશાની હાલતમાં આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે
ફેનિલ કપલ બોક્સ ચલાવતો હતો
સુરતમાં યુવતીનું ગળું કાપી મોત (Murder Of A Girl In Surat)ને ઘાટ ઉતારનાર ફેનિલ પણ કપલ બોક્સ ચલાવતો હતો. સુરત જિલ્લામાં આવેલા વેલેન્જામાં ફેનિલ નામના છોકરાએ યુવતીની તાલિબાની સ્ટાઇલમાં હત્યા (Surat Pasodra Murder Case) કરી છે. ફેનિલ કપલ બોક્સ ચલાવતો હતો. સુરતમાં કપલ બોક્સનું દુષણ દિવસે-દિવસે વધી રહ્યું છે. કપલ બોક્સના કારણે આવી ઘટનાઓ વધવાની શક્યતા છે. સાથે જ સ્મોક ઝોનનું પ્રમાણ પણ વધતું જાય છે અને જેના કારણે યુવાધન અલગ-અલગ નશીલા પદાર્થોના સેવન (Drugs In Surat) તરફ વળી રહ્યું છે.
આ પણ વાંચો: Surat Pasodra Murder Case: સુરત પાસોદરા ખાતે યુવતીની થયેલી હત્યાને લઈને પરિવારજનોને મળ્યા પૂર્વ ધારાસભ્ય
સમાજના અગ્રણીઓ અભિયાન ચાલાવશે
આ મામલે સુરતના ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાને જોતા સમાજના અગ્રણીઓ એક જાગૃતિ અભિયાન (Awareness campaign In Surat) ચાલવાના છે. સાથે પોલીસ કમિશ્નરના માધ્યમથી કાયદાકીય રીતે આવા બારો અને કપલ બોક્સ બંધ થાય જેથી કરીને આગળના દિવસોમાં આવી ઘટનાઓ ન બને એની માટેની રજૂઆત આજે અમે કરી છે.