- સુરત પાલિકાએ ફટકાર્યો દંડ
- શાળાઓમાં મળ્યાં મચ્છરના બ્રીડિંગ
- 46 સ્કૂલોને નોટિસ ફટકારી 56,000નો વહીવટી ચાર્જ વસૂલ્યો
સુરતઃ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેનાં નિયંત્રણ માટે વીબીસીડીસી વિભાગે 603 શાળાઓમાં તપાસ કરતાં બ્રીડિંગનો નાશ કરી બેદરકારી દાખવનારી 46 સ્કૂલોને નોટિસ ફટકારાઇ છે. તેમ જ સ્કૂલો પાસેથી રૂપિયા 56 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
- મચ્છરજન્ય રોગચાળાએ માછું ઊંચકતાં કાર્યવાહી
એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેનાં નિયંત્રણ માટે વીબીસીડીસી વિભાગે હાથ ધરેલી ઝૂંબેશમાં કુલ 603 શાળાઓમાં તપાસ કરતાં બ્રીડિંગનો નાશ કરી બેદરકારી દાખવનારી 46 સ્કૂલોને નોટિસ ફટકારાઇ છે. તેમ જ સ્કૂલો પાસેથી રૂપિયા 56 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરાશે.