ETV Bharat / city

વડાપ્રધાન મોદીના સૂચન બાદ સુરત મહાનગરપાલિકા ભવન 16 માળની જગ્યાએ બનશે ગગનચુંબી ઇમારત - વડાપ્રધાને આપ્યા સૂચનો

સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા નવું ભવન બનાવવામાં આવશે, જેને લઈને વડાપ્રધાને (PM Modi) SMC ના કર્મચારીઓને આ ભવન અંગે અનેક સુચનો આપ્યા હતા. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, અધિકારીો દ્વારા રજૂ કરવામાં આવેલા 16 માળની બિલ્ડીંગની ડિઝાઈનને બદલે 29 માળની બિલ્ડીંગ બનાવવા સુચન આપ્યું હતું.

surat municipal corporation building will be 29 storeys
સુરત મહાનગરપાલિકા ભવન 16 માળની જગ્યાએ બનશે ગગનચુંબી ઇમારત
author img

By

Published : Oct 6, 2021, 5:41 PM IST

Updated : Oct 6, 2021, 8:28 PM IST

  • સુરત મહાનગરપાલિકાનું નવું ભવન સ્માર્ટ રહે તે માટે વડાપ્રધાને આપ્યા સૂચનો
  • નવું ભવન 108.9 મીટર ઊંચું અને 21 લાખ ચોરસ ફૂટ બાંધકમ ધરાવતું હશે
  • 16 માળની જગ્યાએ 28 માળની બિલ્ડીંગ બનાવવામાં આવશે

સુરત : વિશ્વમાં સૌથી ઝડપી વિકસતું શહેર એટલે સુરત, અનેકવાર સ્માર્ટ સિટી એવોર્ડ (Smart City Award) મેળવી ચૂકેલી સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)નું નવું ભવન સ્માર્ટ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સૂચનો અધિકારીઓને આપ્યા છે. અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સમક્ષ નવા બિલ્ડીંગની 16 માળની ડિઝાઇન રજૂ કરી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝાઇન બદલીને તેને 29 માળ કરાવ્યા છે.

વડાપ્રધાન SMC ના અધિકારીઓને આપી સુચના

નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન હોવા છતાં તેઓ સુરત પ્રત્યે કેટલા પ્રેમ ધરાવે છે અને કેટલી બારીકાઈથી ધ્યાન આપે છે તેનો એક ઉદાહરણ હાલના દિવસમાં જોવા મળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગરોડ પર જૂની સબજેલવાળી જમીન ઉપર નવું ભવન નિર્માણ કરનાર છે. હાલ વહીવટી ભવન સુરતના મુગલીસરા ખાતે આવેલુ છે. ગાંધીનગર ખાતે નવા ભવન અંગે પ્રેઝન્ટેશન સુરત મનપાના અધિકારીઓ દ્વારા રજુ કરવામાં આવેલું હતું, પરંતુ આ પ્રેઝન્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંતુષ્ટ નહોતા અને તેઓએ સુધારા માટે કેટલાક સૂચનો કર્યા હતા.

હેલિપેડની સુવિધાથી સજ્જ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલિકાના અધિકારીઓને સૂચના આપી છે કે, આ ભવનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની કચેરીઓને પણ સ્થાન મળે જેમાં ઇન્કમટેક્સ, GST, ઇન્સ્યોરન્સ કંપની સહિત બેંકોને સમાવેશ કરવામાં આવે, જેના કારણે હવે નવું ભવન 108.9 મીટર ઊંચું અને 21 લાખ ચોરસ ફૂટ બાંધકમ ધરાવતું હશે. સુરત મનપાના અધિકારીઓ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ 3.55 મીટરની FSIને નવા નિયમોનો લાભ આપી 5.4 મીટરની FSI મુજબ બાંધકામ કરાશે, જેથી 28 અને 29 માળના બે બિલ્ડીંગ બનાવાશે, જેમાં હેલિપેડની સુવિધા પણ હશે.

મુખ્ય વહીવટી બિલ્ડિંગ શહેરના મધ્યમાં તૈયાર થશે

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગ્રીન બિલ્ડિંગ નિયમોના આધીન તૈયાર થશે, જેમાં સોલાર પેનલ સહિતની તમામ પર્યાવરણ લક્ષી સુવિધાઓ જોવા મળશે, સોલાર પેનલના ઉપયોગથી વર્ષે કુલ 30 લાખ રૂપિયાની બચત પણ કરાશે. આ બિલ્ડિંગ શહેરના મધ્યમાં છે, જેથી શહેરીજનો મુખ્ય વહીવટી બિલ્ડિંગ પર સહેલાઈથી પહોંચી શકશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેકો સૂચનાઓ બાદ પાલિકાએ 16 માળની બિલ્ડીંગની જગ્યાએ 28 માળ, જ્યારે વધુ એક 29 માળનું એમ બે ગગનચુંબી બિલ્ડીંગ નિર્માણ કરશે.

આ પણ વાંચો:

Last Updated : Oct 6, 2021, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.