ETV Bharat / city

Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો - સુરત મેટ્રો સ્ટેશન

સુરત શહેરના કાદરશાની નાળ પાસે ચાલી રહેલા મેટ્રો સ્ટેશન (Surat metro station)ની કામગીરીમાં 15 વર્ષના કિશોરએ કોઈ કામ અર્થે જતા ત્યાં અચાનક જ કિશોરના ઉપર 150થી 200 કિલોની ચેનલ માથે પડતા કિશોર ઘટના સ્થળે જ મૃત્યુ (A teenager was crushed in the work of Surat Metro) પામ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

author img

By

Published : Dec 12, 2021, 10:17 PM IST

  • સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોરનો લેવાયો ભોગ
  • 150થી 200 કિલોની ચેનલ માથે પડતાં ઘટનાસ્થળે જ મોત
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરત: શહેરમાં હાલ ઘણી બધી જગ્યા ઉપર મેટ્રો સ્ટેશન (Surat metro station) બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં શહેરના સગરામપુરા વિસ્તારમાં આવેલ કાદરશાની નાળ પાસે મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન 15 વર્ષીય કિશોર કોઈ કામ અર્થે સાઇટ ઉપર જતા તેના ઉપર અચાનક જ 150થી 200 કિલોની ચેનલ માથે પડતાં કિશોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું (A teenager was crushed in the work of Surat Metro) હતું. આ જોતા જ અઠવા પોલીસ (Athva police surat)નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

બનાવ કેટલા વાગે બન્યો એ મને ખ્યાલ નથી: કાકા

મૃતક બાળકના કાકાએ જણાવ્યુ હતુ કે, આ કિશોરનું નામ શેખ અખતર છે. આ મારાં નાના ભાઈનો છોકરો છે. આ બનાવ વાળી જગ્યા ઉપર કોઈ કામ અર્થે આવ્યો હતો. મને ફોન આવ્યો કે તમારા ભાઈના છોકરાની પાઇપ નીચે આવી જતા મૃત્યુ થઇ છે. હાલ અહીં કોર્પોરેશનનું કામ ચાલી રહ્યું છે અને હવે અમે કોર્પોરેશનનું કામ ચાલવા દઈશું નહીં, એના માટે અમે દિલ્હી જવું પડે કાંતો પછી બીજે જવુ પડે અમે આ કોર્પોરેશનનું કામ અટકાવીને રહીશું. અમારો જીવ રોડ ઉપર નથી કે જ્યારે ચાહે ત્યારે કોઈ પણ વ્યક્તિનો જીવ લઈ શકે છે. આ બનાવ કેટલા વાગે બન્યો એ મને ખ્યાલ નથી, મને ફોન આવ્યો એટલે તરત મેં આવ્યો છું. હાલ બાળકના માતા-પિતા દાદી તેઓ બેહોશ અવસ્થામાં છે. હું તેમને સંભાળી રહ્યો છું. આ બાબતે કાર્યવાહી તો કરીશું.

આ પણ વાંચો: સુરત અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની ડિઝાઇનની કામગીરી શરુ

સુરતના ભવિષ્યનુ કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ આવી બેદરકારી વાળું કામ

નજીકના એક દુકાનદારનુ કહેવુ છે કે, રેલવેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને અહીં બેદરકારી (negligence in the work of Surat Metro) બહાર આવી રહી છે. આ સુરતના ભવિષ્યનુ કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ આવી બેદરકારી વાળું કામ જે લોંખડની વસ્તુ ઉપર મુકાય, આજે અમારા બચ્ચા ગયા આવતીકાલે તેમના જ બાળકો નીચે આવી ગયા તો. જેથી અમે મેટ્રોના સાહેબને જાણ કરીએ છીએ કે આવી બધી ઘટનાઓ બનતી રહે છે. કોર્પોરેશન અહીં કામ તો કરી રહી છે, પરંતુ અહીં બોર્ડ નથી મારતા અને નાના બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. અહીં કોઈ પણ પ્રકારની સેફટી જોવા મળતી નથી. અહીં વોચમેનની પણ વ્યવસ્થા નથી. આ રીતે બેદરકારી ચાલી રહી છે. અમે હવે આના ઉપર કેસ કરવા માંગીએ છીએ.

આ પણ વાંચો: ઇટાલીની કંપની Surat Metro Underground Tunnel માં વેન્ટિલેશન અંગે એનાલિસીસ કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.