- સુરતમાં ગેઝેટ યુગમાં પણ લાકડાના રમકડાં આકર્ષણના કેન્દ્ર બન્યા
- સુરતમાં કર્ણાટકનાં મુસ્લિમ મહિલાને હુનર હાટમાં મળ્યો સ્ટોલ
- સ્ટોલમાં ગેઝેટપ્રિય બાળકોને આકર્ષી રહ્યા છે લાકડાના રમકડાં
સુરતઃ આજના ગેઝેટ યુગમાં દરેક બાળક મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ કે ટેપ પાછળ જ વ્યસ્ત હોય છે. અત્યારના બાળકો માટે હવે રમકડાં ભૂતકાળ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સુરત શહેરમાં હુનર હાટ (Surat Hunar Hat 2021) બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર (The craze for wooden toys in children) બન્યું છે. અહીં કર્ણાટકના એક મુસ્લિમ મહિલા બાળકો માટે લાકડાના રમકડાંનું વેચાણ કરી રહ્યા છે, જેને જોઈને બાળકો આ રમકડાં તરફ આકર્ષાઈ (Attraction of wooden toys in children in the Gazette Age) રહ્યા છે. ઓનલાઈન ગેમ રમવામાં ખોવાઈ ગયેલા બાળકો પણ અહીં આવીને આ લાકડાના રમકડાંની ખરીદી કરી રહ્યા છે. કર્ણાટકના આ મહિલાએ તેમના પરિવારના પરંપરાગત વેપારને જીવંત રાખ્યો છે.
આ પણ વાંચોઃ નર્મદામાં આદિવાસી ઘેરિયાઓનું આકર્ષણ
કર્ણાટકનાં આ મહિલા 40 વર્ષથી બનાવે છે રમકડાં
એચ. બીબી.જાન, જે કર્ણાટકનાં ચાનાપટટનાના રહેવાસી (Karnataka Women's Wooden Toys) છે. તેઓ છેલ્લા 40 વર્ષથી તેના પરિવાર સાથે લાકડાનાં રમકડાં બનાવે છે. આ ત્રીજી વખત છે, જ્યારે તેમને હુનર હાટમાં સ્ટોલ (Surat Hunar Hat 2021) મળ્યો છે. તે તેમનો પૂત્ર કે. તબરકુલ્લા સાથે સ્ટોલ નંબર 62 પર રમકડાં વેચે છે. આ કામથી પોતાના પરિવારની દેખરેખ રાખે છે. આ ઉપરાંત તેઓ તમામ કારીગરો અને તેમના પરિવારને પણ આર્થિક મદદ કરી રહ્યાં છે. સુરતમાં યોજાયેલા હુનર હાટમાં તેમના લાકડાના રમકડાં બાળકોને ખૂબ જ (Attraction of wooden toys in children in the Gazette Age) આકર્ષિત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદના બિહાર મહોત્સવમાં લીટી-ચોખાએ જમાવ્યું આકર્ષણ
લાકડામાં વેરાયટી ગેમ્સ પણ બનાવી રહ્યા છે
આ અંગે એચ.બીબી જાને જણાવ્યું હતું કે, ગેઝેટનો જમાનો છે, પરંતુ આજે પણ બાળકો એવા છે, જે લાકડાના રમકડાં પસંદ કરે છે. તેઓ છેલ્લા 40 વર્ષથી આવા રમકડાનું વેચાણ કરી રહ્યાં છે. લાકડામાં વેરાયટી ગેમ્સ (Variety games in wood) પણ બનાવી રહ્યા છે, જે પણ બાળકોને ખૂબ પસંદ પડે છે. અમારા ગામના લોકો આ વેપાર સાથે સંકળાયેલા છે. મારા પતિ લગ્ન પહેલાથી જ આ વ્યવસાય કરતા આવ્યા છે. અમે આ દૂધીના લાકડાથી રમકડાં બનાવીએ છીએ.