ETV Bharat / city

Surat Gas Leakage 2022: 6 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દંપતિનું કરૂણ મોત, પત્નીને હતો 2 મહિનાનો ગર્ભ

સુરતમાં આવેલી સચિન GIDCમાં ગેસ લીકેજ (Surat Gas Leakage 2022)થી મૃત્યુ પામેલા 6 લોકોમાં મધ્યપ્રદેશની પ્રેમલગ્ન કરીને ભાગેલું દંપતિ પણ છે. 6 મહિના પહેલા તેઓ સુરતમાં રોજગારી (Employment in Surat)ની શોધમાં આવ્યા હતા. મૃતક પત્નીને 2 મહિનાનો ગર્ભ પણ હતો.

Surat Gas Leakage 2022: 6 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દંપતિનું કરૂણ મોત, પત્નીને હતો 2 મહિનાનો ગર્ભ
Surat Gas Leakage 2022: 6 મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દંપતિનું કરૂણ મોત, પત્નીને હતો 2 મહિનાનો ગર્ભ
author img

By

Published : Jan 6, 2022, 4:39 PM IST

સુરત: સચિન GIDC વિસ્તારમાં ગેસ ગૂંગળામણ (Surat Gas Leakage 2022)થી 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જેમાં મધ્યપ્રદેશથી પ્રેમલગ્ન કરીને છ મહિના પહેલા જ સુરત (Migrants In Surat) આવેલું દંપતી પણ શામેલ છે. રોજગારની શોધમાં પતિ-પત્ની સુરત (Employment in Surat) આવ્યા હતા. પત્નીને 2 મહિનાનો ગર્ભ હતો.

6 મહિના રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા પતિ-પત્ની

મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાનો વતની સુલતાન પત્ની કાલી ઉર્ફે કિરણ (Surat Gas Leakage Death) સાથે 6 મહિના પહેલા રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. સુરતની સચિન GIDCની (Sachin GIDC Gas Leakage Surat) મિલમાં નોકરી કરીને બંને જીવન ગુજારી રહ્યા હતા. પતિ-પત્ની ખુબ જ ખુશ હતા, કારણ કે તેમના ઘરે પારણું બંધાવાનું હતું. બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: Chemical Tanker Leak Surat: સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, 20થી વધું ગૂંગળાયા

ઊંઘમાં જ કાળનો કોળિયો બન્યું દંપતિ

કાલી અને સુલતાન મજૂરી કરીને 2 ટાઈમનો રોટલો શાંતિથી ખાતા હતા, પરંતુ તેમની પ્રેમ કહાનીનો દુઃખદ અંત સુરતમાં આવ્યો છે. પત્ની કાલીને 2 માસનો ગર્ભ હતો. તેમના સુખદ લગ્નજીવન પર કેમિકલ વેપલો ચલાવનારા માફિયાઓ (chemical mafia in surat)ના કારણે અંત આવ્યો છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં જ્યારે સવારે 4 વાગે કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું, ત્યારે પતિ-પત્ની ઊંઘમાં જ તડપવા લાગ્યા હતા. લગ્ન કરી એકબીજાની સાથે રહેવાની કસમ ખાનારા પતિ-પત્ની આ દુઃખદ ઘટનામાં એક સાથે મૃત્યુ પામ્યા હતા. 23 વર્ષીય સુલતાન મીર બહાર મજૂરી કામ કરતો હતો. સુલતાનને 3 ભાઈઓ છે, જેમાં તે બીજા નંબરનો ભાઈ હતો.

આ પણ વાંચો: Surat Chemical Tanker Leak Case: સચિન GIDC ગેસ લીકેજ મામલે પોલીસે સદોષ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.