- કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન
- દિલ્હી બોર્ડર પર છેલ્લા 28 દિવસથી ખેડૂતોનો વિરોધ
- સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિના એક દિવસના પ્રતિક ઉપવાસ
સુરત : કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે તેઓના સમર્થનમાં સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ ખેડૂત સમાજની ઓફીસ પર રાખવમાં આવ્યો હતો. જ્યાં ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ લોકશાહી ખત્મ કરવાની શરૂઆત થઇ ચુકી છે. લોકોએ હવે જાગવાની જરૂર છે.
પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ ખેડૂત સમાજની ઓફીસ પર રાખવમાં આવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા ૩ નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેને લઈને દિલ્હી બોર્ડર પર છેલ્લા 28 દિવસથી ખેડૂતો વિવિધ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નિવેડો નથી આવ્યો. ત્યારે ખેડૂતોના આંદોલનને ગુજરાતમાંથી સમર્થન મળી ચુક્યું છે. અગાઉ બંધના એલાન બાદ આજે સુરતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ ખેડૂત સમાજની ઓફીસ પર રાખવમાં આવ્યો હતો.
પોલીસનો કાફલો પહોંચ્યો
જ્યાં ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત સમાજ અને ગુજરાતના બીજા 23 સંગઠનો ભેગા મળીને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે. આજે તાલુકા અને જિલ્લા મથકે ખેડૂતો અને આગેવાનો પ્રતીક ઉપવાસ કરવાના છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસનો કાફલો જોતા એવું લાગે છે કે આ લોકો અમને અહી ધરણા કરવા દેશે નહિ.આ લોકશાહી ખત્મ કરવાની શરૂઆત થઇ ચુકી છે. લોકોએ હવે જાગવાની જરૂર છે.