- બસમાંથી 5.49 લાખનો ગાંજો અને 40,000નો દારૂ મળી આવ્યો
- પોલીસે બસ ચાલકની અટક કરી બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા
- જથ્થો મહારાષ્ટ્રના જલગાંવથી અમદાવાદ આવી રહી હતી બસ
બારડોલી: સુરત જિલ્લાની સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રુપ S.O.G.ની ટીમ રવિવારે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી એક ખાનગી લકઝરી બસમાં ગાંજા અને દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
બસમાંથી 54.930 કિલો ગાંજો મળ્યો
પોલીસે બાતમી મુજબની લક્ઝરી બસને રોકીને અંદર તપાસ કરી હતી ત્યારે બસની અંદરથી 54.930 કિલો ગાંજો જેની બજાર કિંમત રૂ. 5,49,300 હતો. પોલીસને બસમાંથી 502 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો જેની કુલ કિંમત રૂ.40,410 હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ગાંજા અને દારૂ સાથે 8,000નો એક મોબાઇલ, લકઝરી બસ કિંમત રૂ. 8,00,000 કબ્જે કર્યા હતાં.
વધુ વાંચો: મોઢેરાથી 15 કિલો ગાંજો ઝડપાયો, એકની ધરપકડ અન્ય 2 આરોપી ફરાર
બસ ચાલકની અટક કરવામાં આવી
બસમાંથી દારૂ અને ગાંજાનો મોટો જથ્થો પકડાતા પોલીસે બસ ચાલકની અટક કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે આ જથ્થો મહારાષ્ટ્રના જલગાંવથી રાજ નામના શખ્સે બસમાં ભરાવ્યો હતો અને અમદાવાદના અંકલ નામના ઇસમને પહોંચાડવાનો હતો.
વધુ વાંચો: ભારાપરમાં ખેતીની આડમાં ગાંજો વાવ્યો, પોલીસે પકડી પાડ્યો