સુરત સુરતીલાલાએ રમતના ક્ષેત્રમાં હંમેશા નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. ત્યારે હવે સુરતની 5 મહિલા ક્રિકેટરે સુરતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. અહીં SDCAના (Surat District Cricket Association) 5 મહિલા ક્રિકેટરની BCCI (Board of Control for Cricket in India) દ્વારા આયોજિત અંડર 19 વુમન્સ ટી-20 ટુર્નામેન્ટમાં (Under 19 Womens T20 Tournament ) પસંદગી કરવામાં આવી છે. જોકે ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે સુરતની જ રાજીવ પટેલની વરણી કરવામાં આવી છે.
કેપ્ટન ઓલરાઉન્ડર છે આ અંડર 19 વુમન્સ ટી20 ટૂર્નામેન્ટ (Under 19 Womens T20 Tournament) 1 ઓક્ટોબરથી વિજયવાડા ખાતે રમશે. આ ઉપરાંત ગુજરાતની ટીમના કેપ્ટન તરીકે સુરતની જ રાજીવ પટેલની વરણી કરવામાં આવી છે. રાજીવ પટેલ જેઓ ક્રિકેટમાં ઓલ રાઉન્ડર (Surat womens cricketer ) છે.
આ ખેલાડીઓ સામેલ આ ટીમમાં રાજીવ પટેલ ઓલ રાઉન્ડર છે, ક્રિષ્ના પટેલ જેઓ પેસ બોલર ઓલ રાઉન્ડર છે. તો ઝીલ મીઠાઈવાલા સ્પિનર અને ઓલરાઉન્ડર છે. જ્યારે શ્રેયા ખલાસી જેઓ ટીમમાં વિકેટકીપર છે. તેમ જ દિયા જરીવાલા જેઓ ટીમમાં સ્પિનર ઓલ રાઉન્ડર છે. આ તમામ ખિલાડીઓ ચીફ સિલેક્ટર ખ્યાતિ શાહ, ભૂમિ માખણિયા અને પૂર્વી પટેલના દેખરેખમાં તાલીમ મેળવી રહ્યા છે. આ તમામ ખિલાડીઓને SDCA પ્રમુખ (Surat District Cricket Association) હેમંત ભાઈના કોન્ટ્રાક્ટર તરફથી શુભેચ્છા Surat womens cricketer) પાઠવવામાં આવી છે.