સુરતઃ ડી માર્ટના પેકેજીંગ કર્મચારીનું કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ડી માર્ટને પાલિકા એ બંધ કરાવ્યું છે. માર્ટમાં આવેલા 1493 કસ્ટમર્સ અને વોર્ડના 1569 લોકોને મેસેજ મોકલી પાલિકાએ હોમ ક્વારેનટાઈનમાં રહેવા તાકીત કરી છે. સાથે મૉલમાં ડિશ ઇન્ફેક્શનની કામગીરી પણ કરવામાં આવી છે. સુરત શહેર બાદ જિલ્લામાં ઓન એક કોરોના કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે, જેથી અત્યાર સુધી સુરત જિલ્લામાં કોરોના વાઇરસના બે પોઝીટીવ કેસ નોંધાયા છે.
માંગરોળ બાદ હવે સુરતના ચોર્યાસી તાલુકામાં કોરોના વાયરસનો પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ચોર્યાસી તાલુકાના 36 વર્ષીય મહિલબો કોરોના રોપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મહિલા મૂળ યુપીનો રહેવાસી હાલ એમપીના ચંદર જિલ્લાથી આવેલઈ હતી અને ગૃહણી છે. મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ આરોગ્ય વોબજાગે શરૂ છે, હાલ મહિલા સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
કોરોના વાયરસને નાથવા માટે સુરત મહાનગર પાલિકા સ્મીમેર હોસ્પિટલમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં આઇશોલેશન વોર્ડ બનાવશે મલ્ટીલેવલ પાર્કિંગમાં 200 બેડનું આઇશોલેશન વોર્ડ રહેશે જેમાંગ્રાઉન્ડ ફ્લોર પર 132 બેડ અને પહેલા માળે 136 બેડની સુવિધા રહેશે.