સુરત : આંતરરાષ્ટ્રીય બજારમાં સારી ડિમાન્ડ હોવા છતાં પણ સુરતથી પોલિશ્ડ ડાયમન્ડ અને જ્વેલરી એક્સપોર્ટમાં (Surat Diamond Industry) સમસ્યા ઉભી થઈ રહી છે. જેની પાછળનું કારણ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ (Russia Ukraine War) યુદ્ધ છે.અમેરિકા દ્વારા રશિયાની અલરોઝા (Ban on Alrosa Company)કંપની ઉપર મુકવામાં આવેલ પ્રતિબંધ છે. આ કંપની દ્વારા દર મહિને બે લાખ કેરેટ ડાયમંડ ઈમ્પોર્ટ થાય છે. પરંતુ એક મહિનાથી પ્રતિબંધના કારણે તેની સીધી સુરત સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે.
રશિયા સાથે સુરતનો મોટો વેપાર - યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Russia Ukraine War)કારણે સુરત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં આવેલ હીરા ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. ભારતમાં 30 ટકા રફ ડાયમંડ સપ્લાય રશિયાથી થતો હોય છે. દર મહિને બે લાખ કેરેટ ડાયમંડ ભારતમાં રશિયાથી ઈમ્પોર્ટ થાય છે. પરંતુ હાલ પાતળી સાઇઝના રફ ડાયમંડની અછત (Lack of rough diamonds) સર્જાઈ છે. કારણ કે આ સાઇઝના રફ ડાયમંડ રશિયાથી આવતાં હોય છે અને અમેરિકાએ યુદ્ધ બાદ ડાયમંડ ઉધોગને રફ સપ્લાય કરનારી રશિયાની સૌથી મોટી અલરોઝા કંપની પર પ્રતિબંધ મુક્યા છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્વેલરીની સારી ડિમાન્ડ - અમેરિકાની આ કાર્યવાહીના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સુરતના રત્નકલાકારોમાં બેકારીનું પ્રમાણ વધી શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના (Gems & Jewelery Promotion Council of India)વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ (Surat Diamond Industry) કંપનીએ બે કલાક કામના ઓછા કરી શનિ અને રવિવારની રજા જાહેર કરી છે આવી જાણકારીઓ સામે આવી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્વેલરીની સારી ડિમાન્ડ છે પરંતુ રફ ડાયમંડની અછત સર્જાઈ છે.
આ પણ વાંચોઃ business of diamonds : ભાવનગરમાં હીરાના કારીગરોને બેરોજગારી ઉભી થાય તે પહેલાં સરકાર મદદ કરે તેવી અપેક્ષા
એક્સપોર્ટમાં ભારે ઉછાળો જોવા મળ્યો - અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના 100માંથી 90 હીરા સુરતમાં (Surat Diamond Industry)કટિંગ અને પોલિશિંગ થાય છે. કોરોનાકાળમાં પણ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ હાલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Russia Ukraine War) કારણે હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડની અછતના કારણે સ્થિતિ કફોડી બની રહી છે. અમેરિકાએ અલરોઝા કંપની ઉપર મૂકેલો પ્રતિબંધ હટાવવામાં આવે એવી માગણી ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરી ચૂક્યાં છે.