ETV Bharat / city

સુરતના હીરા ઉદ્યોગકારોએ સાબિત કર્યું કે તેમનામાં ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની પણ ક્ષમતા છેઃ CM Rupani - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સુરતમાં કેન્દ્રિય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા 46મા ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને હીરા ઉદ્યોગકારોના ખૂબ જ વખાણ કર્યા હતા.

સુરતના હીરા ઉદ્યોગકારોએ સાબિત કર્યું કે તેમનામાં ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની પણ ક્ષમતા છેઃ CM Rupani

author img

By

Published : Aug 28, 2021, 10:50 AM IST

  • સુરતમાં 46મા ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ યોજાયો
  • કેન્દ્રિય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે સમારોહનું કર્યું આયોજન
  • સમારોહમાં ઉપસ્થિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હીરા ઉદ્યોગકારોના કર્યા વખાણ
  • હીરા ઉદ્યોગકારોમાં મુશ્કેલીઓને અવસરમાં પલટાવવાની તાકાત છેઃ મુખ્યપ્રધાન રૂપાણી
  • કોરોનાના કપરા કાળમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગની ચમક ઓછી થઈ ન હતી : મુખ્યપ્રધાન રૂપાણી
  • સુરત, મુંબઈ, દિલ્હી ઉપરાંત દેશભરના જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રના 42 ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત કરાયા

સુરતઃ શહેરમાં કેન્દ્રિય કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા 46મા ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરતના હીરા ઉદ્યોગકારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે, અમે હીરા ઘસવાવાળા અને ઘરેણાંને ઘાટ આપનારા નથી, પણ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની ક્ષમતા પણ ધરાવીએ છીએ. અનેક મુશ્કેલીઓને અવસરમાં પલટાવવાની તાકાત હીરા ઉદ્યોગકારોમાં છે'.

હીરા ઉદ્યોગકારોમાં મુશ્કેલીઓને અવસરમાં પલટાવવાની તાકાત છેઃ મુખ્યપ્રધાન રૂપાણી

આ પણ વાંચો- કેબિનેટમાં પાણી મુદ્દે બબાલ : સિંચાઈનું પાણી છોડવા અંગે થઈ હતી ગરમાગરમી

સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક વિશ્વકક્ષાનો બનાવાશેઃ મુખ્યપ્રધાન રૂપાણી

મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને સ્થગિત હતું ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરીની ચમક ઓછી થઈ નહતી. વર્ષ 2020-21ના વર્ષમાં 8.50 ટકાના ગ્રોથ સાથે 67હજાર કરોડની જવેલરી એકસપોર્ટ કરીને વિકાસના લક્ષ્યાંકને સિદ્ધ કરવા આ સેક્ટર મહત્ત્વનું પાસું બન્યું છે. સમયની સાથે ચાલીને સુરતના આગેવાનોએ જરૂરી અચિવમેન્ટ કર્યું છે. આ સાથે જ મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 બિલિયન ડોલરના લક્ષ્યાંકને સિદ્ધ કરવા આ ઉદ્યોગ મહત્ત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક આગામી સમયમાં વિશ્વકક્ષાનો પાર્ક બને અને અહી જ મેન્યુફેકચરીંગથી લઈ વેચાણ તેમજ એક્ષ્પોર્ટ સુધીના તમામ કામો સાકારિત થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

42 જેટલા ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડનું વિતરણ કરાયું

આ પણ વાંચો- 'અધિકારી સાથે દોસ્તી કરવી નહીં, હોય તો તોડી નાખજો'. પાટીલના આ નિવેદન બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ શું કહ્યું જાણો...

હીરા ઉદ્યોગ ઈમાનદારીનો ઉદ્યોગ છેઃ મુખ્યપ્રધાન

સમગ્ર ભારતનું 40 ટકા એફ.ડી.આઈ. (FDI) ગુજરાતમાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારીને નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરીએ તેવો મત મુખ્યપ્રધાને વ્યકત કર્યો હતો. આગામી દિવસો ભારતના છે અને આ દિવસોને પારખીને સુદ્રઢ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ ક્ષમતાઓને ડેવલપ અને બિલ્ડ કરવી એ આજની આવશ્યકતા છે તેમ જણાવી મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, સહિયારા પ્રયાસો કરીને ભારત માતાને પુનઃપ્રતિષ્ઠિત કરીએ અને જગત જનની બનાવવામાં આપણે નિમિત બનીએ તે માટે પૂરતી ખુમારી, સુઝબુઝ સાથે સખત પરિશ્રમ કરવાની આપણી સૌની તૈયારી હોવી એ આજની માગ છે. હીરા ઉદ્યોગ ઈમાનદારીનો ઉદ્યોગ છે. આપણી શાખને વધુ મજબૂત બનાવીને કામ કરીશું તો વિશ્વ આપણી પાસે આવશે. 'દુનિયા ઝૂકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ' તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાનની આત્મનિર્ભરતાની કલ્પનાને સાકાર કરવામાં સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.

લે-મેરિડિયન હોટલમાં યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સુરત સહિત મુંબઈ, દિલ્હી ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં જેમ્સ એન્ડ જવેલરી વેપાર ક્ષેત્ર સાથે સંકાળાયેલા 42 જેટલા ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડનું વિતરણ કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.