- સુરત ક્રાઈમ બ્રાન્ચે એક ઈસમની જીવતા કારતુસ સાથે કરી ધરપકડ
- પોલીસ પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે કરી ધરપકડ
- આરોપી પ્લાસ્ટિકના વેપાર સાથે સંકળાયેલો હતો
સુરતઃ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશી બનાવટી પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સાથે બાતમીના આધારે ભાઠેના વાડીવાલા બાતાની દરગાહ રોડ પાસેથી એક આરોપીઓને ઝડપી પાડયો હતો.
પિસ્તોલ અને કારતુસ સાથે કરી ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશી બનાવટી પિસ્તોલ અને 2 જીવતા કારતુસ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. શહેરના સલાબતપુરા ખાતે આવેલા ઉમરવાળા ચીમની ટેકરા સલીમ નગર ઝુપડપટ્ટીમાં રહેતા 26 વર્ષીય રિઝવાન કલંદર શેખને બાતમીના આધારે દેશી બનાવટી પિસ્તોલ 2 જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી રિઝવાન મૂળ મહારાષ્ટ્રના ધૂલીયા જિલ્લાના શિંદખેડા ખાતેનો વતની છે.
આરોપી પ્લાસ્ટિકના વ્યાપાર સાથે સંકળાયેલ છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 20000 કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અને 2 નંગ કારતુસ મળી રૂપિયા 20,200ની મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. લોડેડ પિસ્ટલ અને 2 જીવતા કારતુસ કોની પાસેથી લીધા તે દિશામાં તપાસ હાથ ધરી છે.