સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીની સંખ્યા (surat crime news) વધી રહી છે. તાજેતરમાં જ હીરાના વેપારીની તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ લૂંટ પણ ચલાવવામાં આવી હતી. જોકે, ક્રાઈમબ્રાન્ચની ટીમે (surat crime branch big success) આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને જેલભેગા (loot murder accused arrested) કરી દીધા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, વરાછા માતાવાડી કમલ પાર્ક સોસાયટી (kamal park society surat ) પાસે હીરાની ઓફીસ ધરાવતા પ્રવીણ ભીખાભાઈ નકુમની તેમની જ ઓફિસમાં 13 સપ્ટેમ્બરે હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં (surat police) તેમના બંને હાથ બાંધી માથામાં ઈજા કરી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં મૃતકના પરિવાર તરફથી ઓફીસમાંથી હીરાની લૂંટ થયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ (surat crime branch big success) કરી હતી.
ત્રણેય આરોપીઓ એકબીજાને પહેલાથી ઓળખતા હતા અહીં આશરે 3,00,000 લાખ રૂપિયાની રોકડની લૂંટની પોલીસ તપાસમાં (loot murder accused arrested) ભૂપત આહીર, આશિષ ગાજિપરા અને ગિરીશ આહીરે એકબીજાના મેળાપીપળામાં આ ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે (surat police) આ ઘટનામાં ટીપ આપનારા ગિરીશ ઉર્ફે ગૌરવ ડાહ્યાભાઈ નકુમ તથા ગુનાને અંજામ આપનારા આશિષ ધનજીભાઈ ગાજિપરાને ઝડપી પાડ્યા હતા.
પૂછપરછમાં થયા ખુલાસા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે, આરોપી ગિરીશ નકુમ મૃતક પ્રવીણભાઈની ઓફીસની નજીકમાં જ હીરાની ઓફીસ ધરાવતો હતો. તેમની સાથે છેલ્લા આશરે 9 મહિનાથી હીરાની લેતીદેતી કરી વેપારધંધો કરતો હતો, જેથી પ્રવીણભાઈની ઓફિસના રોકડા રૂપિયા તથા 10થી 12 લાખ રૂપિયાના હીરા ઓફીસમાં રહેતા હોવાનું જાણતો હતો. એટલે રૂપિયા કમાવવાના ઈરાદે પ્રવીણભાઈની ઓફિસમાં લૂંટ કરવાનું પ્લાનિંગ કરી તેની ટીપ પોતાના સાગરિત ભૂપત આહીરને આપી હતી. આની સાથે તે વર્ષ 2016માં સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police Station) અપહરણ અને ખંડણીના ગુનામાં ઝડપાયો હતો. પોલીસે આ સાથે તેના મિત્ર આશિષ ગાજીપરાની સાથે આરોપીઓએ 2 દિવસની રેકી કરી હતી.
મૃતક વેપારીના માથા પર કર્યો હતો જીવલેણ હુમલો આ ઘટનાના દિવસે આરોપી ભૂપત આહીર, આશિષ ગાજીપરા પ્રવીણભાઈની ઓફીસમાં પ્રવેશ કરી તેના પર હુમલો કર્યો હતો, પરંતુ પ્રવીણભાઈએ પ્રતિકાર કરતા આશિષ ગાજીપરાએ પ્રવીણભાઈને પકડી રાખ્યા હતા અને ભૂપત આહીરે તેમના માથામાં લોખંડના પાઈપ મારી હાથ બાંધી દીધા હતા. ત્યારબાદ ઓફિસના ટેબલમાં રહેલા હીરા તથા આશરે 3,00,000 રૂપિયા રોકડાની લૂંટ કરી ત્યાંથી નાસી ગયા હતા.
મોબાઈલ ફોન કબજે કર્યા પોલીસે ઝડપેલા બંને આરોપીઓ પાસેથી 56,000 રૂપિયાની રોકડ, 1 બાઈક અને 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે. જ્યારે આશિષ ધનજીભાઈ ગાજીપરા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં તેની સામે વરાછા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ, ચોકબજાર પોલીસ મથકમાં લૂંટ, ભાવનગર એ ડિવીઝન પોલીસ મથકમાં (bhavnagar a division police) લૂંટ તથા ખટોદરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આરોપી ગિરીશ ડાહ્યાભાઈ નકુમ સામે ભૂતકાળમાં સરથાણા પોલીસ મથકમાં (Sarthana Police Station) અપહરણ અને ખંડણીનો ગૂનો નોંધાયો હતો. તો આ ગુનામાં પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.