- સુરતમાં રીઅલ એસ્ટેટ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર CAની ધરપકડ
- કંપનીમાં ડાયરેક્ટર બનાવ્યા બાદ ભાગીદારો સાથે કરી છેતરપિંડી
- ઉદ્યોગપતિએ ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે કરાી ધરરપકડ
સુરતઃ રીઅલ એસ્ટેટ કંપનીમાં ડાયરેક્ટર બનાવ્યા બાદ ભાગીદારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સી.એ.ની સુરત ક્રાઈમ બ્રાન્ચે દ્વારા ધરપકડ કરવા આવી છે. ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ભટાર રોડના ઉદ્યોગપતિ એવા વિજયભાઈ શોભાલાલ શાહે પાર્ટનરશીપમાં શરૂ કરેલી કંપનીમાં ડાયરેક્ટર બનાવેલા સી. એ કૈલાશચંદ્ર લોહિયાએ પોતાના જ પાર્ટનર્સ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. જેથી વિજયભાઈ શાહે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
પોતાના માણસને ડાયરેક્ટર બનાવ્યો
સી.એ. કૈલાશચંદ્રએ કંપનીના ડાયરેક્ટરો અને શેર હોલ્ડરોને પૂછ્યા વગર મિત્ર આલોક રામેન્દ્ર કેડીયાની ઓડીટર તરીકે કંપનીમાં નિમણૂક કરીને તેના નામે શેર ટ્રાન્સફર કરી લીધા હતાં. એવી જ રીતે એક ડાયરેક્ટર મનોજ કાવડિયાને ડાયરેક્ટર પદેથી દૂર કરી પોતાના માણસ રાજસ્થાનના વિનોદ અગ્રવાલને ડાયરેક્ટર બનાવી દીધા હતાં. આ ઉપરાંત પોતાની પત્ની દિશાના અને પરિચિતના એકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી એક ફ્લેટ પણ ખરીદી લીધો હતો.
વિજયભાઈના ફરિયાદના આધારે ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચે વિજયભાઈ શાહના ફરિયાદ અનુસાર વિગતો જાણીને સી.એ કૈલાશચંદ્ર લોહિયાની ધરપકડ કરી છે. સી.એ કૈલાશચંદ્રએ આ પહેલા કેટલા લોકો અને ક્યાં-ક્યાં કોની-કોની સાથે છેતરપિંડી કરી છે તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.