સુરત : છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં આવેલ તોતિંગ ઉછાળાની ગતિ હજુ પુરપાટ ઝડપે આગળ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. એપ્રિલ-મે માસ દરમિયાન શહેરમા કોરોનાના કેસોની ગતિના આંકડાના આધારે આગળના 45 દિવસ શહેર માટે ખૂબ જ કઠીન સાબિત થઇ શકે તેવી સંભાવના (Surat Corona High Risk ) નકારી શકાતી નથી. આ જ કારણ છે કે સુરતમાં સતત વધી રહેલા કેસોના કારણે મહાનગરપાલિકા હાઇએલર્ટ (Corona Update in Surat 2022) પર છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પોતે જણાવ્યું છે કે આવનાર 45 દિવસ સુરત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે માટે તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
શહેર કમિશનરે આપી માહિતી
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આ વખતે જે પ્રકારે જોવા મળ્યું છે કે કેસ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે. ડબલિંગ રેટ ત્રણ દિવસથી વધ્યા છે. આરનોટ ફેક્ટર ત્રણ થી ઉપર કેટલાક ઝોનમાં પહોંચી (Surat Corona High Risk ) ગયો છે જે એક ચિંતાનો વિષય છે. અમે દરેક જગ્યાએ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ (Corona Update in Surat 2022) વધારી દીધું છે. અગાઉ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 6000 ટેસ્ટિંગ થતા હતાં. જે વધારીને 12000 કરી દેવામાં આવ્યા છે અને આવનાર બે-ત્રણ દિવસમાં ટેસ્ટિંગ 14000 સુધી કરવામાં આવશે.
ઇન્જેક્શન્સ સાથોસાથ ઉપકરણ, વેન્ટિલેટર,ઓક્સિજનની વ્યવસ્થા
તેઓએ વધુ જણાવ્યું હતું કે, કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર માટે દરેક સેક્ટરમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. સાથે શહેરની સરકારી હોસ્પિટલ માટે અલગ અધિકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ માટે અલગ અધિકારીઓ પણ નિયુક્ત (Corona Update in Surat 2022) કરાયા છે. અધિકારીઓ કોવિડ મેનેજમેન્ટ જેમાં મેડિસિન, ઇન્જેક્શન સાથોસાથ ઉપકરણ વેન્ટિલેટર ,ઓક્સિજનની વ્યવસ્થા અંગે મોનીટરીંગ (Surat Corona High Risk ) પણ કરશે.
આ પણ વાંચોઃ Omicron Community Transmission Phase : જાણો સુરતમાં તંત્રની શું છે તૈયારીઓ
રિવર્સ ક્વોરેન્ટીન સ્ટ્રેટેજી તૈયાર
શહેરમાં સંક્રમણ ન વધે અને લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલાઈઝડ ન થાય એ માટે રિવર્સ ક્વોરેન્ટીન સ્ટ્રેટેજી તૈયાર (Corona Update in Surat 2022) કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા હાઇએલર્ટ પર છે. 40થી 45 દિવસ (Surat Corona High Risk ) સુરત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે શહેરીજનો સાથે પણ સંવાદમાં છીએ. અમને વિશ્વાસ છે કે જે કેસો વધી રહ્યા છે તેને મેનેજ અમે કરી શકીશું.
આ પણ વાંચોઃ Corona Peak In Surat: સુરતમાં જાન્યુઆરીમાં કોરોના પીક આવવાની શક્યતાઓ, બુસ્ટર ડોઝ આશીર્વાદ રૂપ