- દુષ્કર્મ આરોપીની ધરપકડ કરવામાં આવી
- કામ આપવાને બહારને 17 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરવામાં આવ્યું
- ડિસેમ્બરમાં નોંધવામાં આવી ફરીયાદ
સુરત: સુરત ચોક વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ગત ડિસેમ્બરમાં એક 17 વર્ષીય કિશોરી દ્વારા બળાત્કારની ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ફરીયાદને આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. રવિવારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી હતી.
દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી
સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક ૧7 વર્ષીય કિશોરીએ ની ફરિયાદ આપી હતી કે હેન્ડ વર્ક જોબ આપવાની બહાને ઘરે બોલાવીને આરોપી દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આરોપી દ્વારા કિશોરીને ધાક ધમકીઓ પણ આપવામાં આવી હતી કે જો તું આ વાત કોઈને કહેશે તો હું તારા ભાઈ અને પિતાને જાનથી મારી નાખીશ ધમકીઓ પણ આપવામાં આવી હતી.આ મામલે 17 વર્ષીય કિશોરીએ પોતાના પરિવારમાં વાત કરતાં પરિવાર દ્વારા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : UPની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી.
ફરીયાદ બાદ પોલીસે આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. 17 વર્ષની કિશોરી દ્વારા આ ફરિયાદ ગત ડિસેમ્બર મહિનામાં નોંધાવવામાં આવી હતી. ઘણા સમયથી ચોક બજાર પોલીસ આ આરોપીની શોધખોળ કરી રહી હતી. સોમવારે ચોક બજાર પોલીસના સર્વે સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, વધુ 2 આરોપીઓ ઝડપાયા