- ઉદ્યોગપતિએ પોતાના 35 જેટલા એન્જીનીયરોને ઈલેક્ટ્રીક બાઈક આપવાનો નિર્ણય કર્યો
- દિવાળીના પર્વ પર પ્રથમ 16 જેટલી બાઈક એન્જિનિયરોને ભેટ સ્વરૂપ આપી
- પૉલિસીને કારણે ચાર વર્ષમાં 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરના માર્ગો પર દોડતાં થઈ જશે
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) એ વ્હીકલ પર સો ટકા સબસીડી આપી નવી પોલિસી જાહેર કરી છે. જેથી ચાર વર્ષમાં 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો સુરત શહેરના માર્ગો પર દોડતાં થઈ જાય. સુરત મહાનગરપાલિકાની આ પોલીસી અને સાથોસાથ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી એલાયન્સ એમ્બ્રોઇડરીના ઉદ્યોગપતિ સુભાષ ડાવરે પોતાની કંપનીના 35 જેટલા એન્જિનિયરોને દિવાળીમાંએ ભેટ તરીકે ઇ- બાઇક (E bikes) આપી છે. આજે ગુરુવારે પ્રથમ 16 જેટલા એન્જિનિયરોને લક્ષ્મી પૂજનના પર્વ પર તેઓએ આ ઇ- બાઈક ભેટમાં આપી. જ્યારે અન્ય ઇ- બાઈક ડિલિવરી આવ્યા બાદ આપવામાં આવશે.
અગાઉ સોથી દોઢસો રૂપિયાનો ખર્ચ પેટ્રોલનો થતો હતો
સુભાષ ડાવરે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો (E bikes) માટે પોલીસી અને ગ્રીન ઇન્ડિયા મુહિમને ધ્યાનમાં રાખી પોતાના 35 જેટલા એન્જીનીયરોને દિવાળીના ભેટ સ્વરૂપ ઇલેક્ટ્રિક વાહન આપવાનો નિર્ણય કર્યો છે. આજે ગુરુવારે 16 જેટલી ઇ- બાઈક અમે પોતાના એન્જીનીયરોને આપી દીધા છે. કંપનીના એન્જીનીયર વિજય તિવારીએ જણાવ્યું હતું કે, ઇ- બાઈક (E bikes) મળવાથી રાહત થઈ જશે. અગાઉ એક દિવસમાં સૌથી લઈને દોઢસો રૂપિયાનો પેટ્રોલનો ખર્ચ થતો હતો.
આ પણ વાંચો: દિલ્હીનું વાતાવરણ ખુબ જ નબળું, જો લાંબા સમય સુધી યથાવત રહેશે તો બીમારી પ્રમાણ વધશે
આ પણ વાંચો: એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દેશમાં વીજ વપરાશમાં 47 ટકાનો વધારો થયો