ETV Bharat / city

સુરત : માવો ખવડાવવા જતા વેપારીનું એક્ટિવા ચોરાયું, ડીકીમાં 30 લાખના હીરા હતા - Theft of diamonds

સુરતમાં એક હિરા વેપારીનુ એક્ટીવા મિત્રના કારખાનાની બહારથી ચોરી થઈ ગયું હતું જેમાં લાખો રૂપિયાના હિરા અને લાખ રૂપિયા ઉપરની રોકડ રકમ હતી.

chori
સુરત : માવો ખવડાવવા જતા વેપારીનું એક્ટિવા ચોરાયું, ડીકીમાં 30 લાખના હીરા હતા
author img

By

Published : Jul 21, 2021, 2:24 PM IST

  • હીરા વેપારીનું રૂપિયા.30 લાખના હીરા અને રોકડા રૂપિયા 1.16 લાખ સાથેનું એક્ટીવા લઈ ફરાર
  • પ્રવિણભાઇ ઝાલાવડીયાના કારખાનામાં કારીગરને માવો આપવા ગયા હતા
  • રેઈનકોટ પહેરેલા અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

સુરત :કાપોદ્રા કારગીલ ચોક વિસ્તારમાં હીરા વેપારી સાંજે પોતાની હીરાની ઓફિસ સામે એક્ટીવા પાર્ક કરી હીરા વેપારી મિત્રના હીરાના કારખાનામાં કારીગરને માવો આપવા ગયા હતા ત્યારે રેઈનકોટ પહેરી આવેલા અજાણ્યો ગણતરીની ક્ષણોમાં હીરા વેપારીનું રૂ.30 લાખના હીરા અને રોકડા રૂ.1.16 લાખ સાથેનું એક્ટીવા લઈ ફરાર થઈ ગયો હતો.

હિરાનો વેપાર

મૂળ ભાવનગરના જેસરના ઉગલવાણના વતની અને સુરતના પુણા બુટભવાની રોડ કૈલાશધામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય પરેશભાઈ ભુપતભાઇ દુધાત વરાછા મિનીબજારમાં સાગર ડાયમંડમાં ટેબલ પર બેસી હીરા લે-વેચના કામની સાથે કાપોદ્રા જવાહરનગર રોડ સાંઈનાથ સોસાયટી મકાન નં.59 માં ત્રણ કારીગરો રાખી હીરાની એક ઘંટી ચલાવે છે તેમજ કારગીલ ચોક પાસે જય સરદાર સ્કૂલની સામે નારાયણનગર સોસાયટી ઈ-14 માં ઓફિસ ધરાવે છે.

આ પણ વાંચો : LCB ટીમે ચોરી કરી ભેંસો વેચતી ગેંગનેનો પર્દાફાસ કર્યો

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ

પરેશભાઈ એક મહિના અગાઉ ખરીદેલા રૂપિયા 30 લાખની કિંમતના 12 કેરેટ હીરા અને હીરા વેચાણના રોકડા રૂપિયા.1.16 લાખ પાકીટમાં મૂકી અને તે પાકીટ પોતાના એક્ટીવાની ડીકીમાં મૂકી સાંજે 4.45 કલાકે નારાયણનગરની ઓફિસે આવ્યા હતા. એક્ટીવા ઓફિસ સામે પાર્ક કરી પરેશભાઈ સામેના ભાગે આવેલા મિત્ર પ્રવિણભાઇ ઝાલાવડીયાના કારખાનામાં કારીગરને માવો આપવા ગયા હતા.દોઢ મિનિટ બાદ તે ઓફિસેથી આવ્યા ત્યારે ત્યાં સામે પાર્ક કરેલું એક્ટીવા નજરે નહીં ચઢતા આજુબાજુના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા જેમાં કાળો રેઇનકોટ પહેરી એક અજાણ્યો એક્ટીવા ડુપ્લીકેટ ચાવીથી ખોલી કે લોક તોડી લઈને જતો નજરે ચઢ્યો હતો.

આ પણ વાંચો : અંકલેશ્વરની એન્જીનિયરીંગ કંપનીમાં રૂપિયા 5.10 લાખની ચોરી

એક્ટીવામાં રૂ.30 લાખના હીરા અને રોકડા રૂપિયા.1.16 લાખ હતા

રૂપિયા 30 લાખના હીરા અને રોકડા રૂપિયા 1.16 લાખ સાથેના એક્ટીવાની ચોરી થતા પરેશભાઈએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે પરેશભાઈની ફરિયાદના આધારે રેઈનકોટ પહેરેલા અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં મોપેડની ચોરી કરનારા ઈસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી હતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.