- 20 વર્ષીય યુવતી એકાઉન્ટિંગ શીખવા માટે CAની ઓફિસમાં ટ્રેનિંગ માટે જતી હતી
- 28મી ફેબ્રુઆરીના રોજ CAએ પીડિતાની છેડતી કરી
- યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- પોલીસે CA અરુણની ધરપકડ કરી
સુરતઃ શહેરના રિંગરોડ ખાતે આવેલા પોતાની ઓફિસમાં એક યુવતીની છેડતી કર્યાની ફરિયાદ ચાર્ટર્ડ એકાઉન્ટ વિરુદ્ધ દાખલ થઇ છે કે રિંગરોડ ખાતે ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 50 વર્ષીય અરુણ કનોડીયા બે સંતાનોના પિતા છે, તેમના પર આરોપ છે કે અરુણે ઓફિસમાં ટ્રેનિંગમાં આવેતી યુવતીની છેડતી કરી હતી. પીડિત યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ કરતા તેની તાત્કાલિક ધરપકડ કરાઇ હતી. 20 વર્ષીય યુવતી એકાઉન્ટિંગ શીખવા માટે ડિસેમ્બર માસથી અરુણની ઓફિસ આવતી હતી.
આ પણ વાંચોઃ પાલનપુરમાં મધ્યપ્રદેશની શ્રમજીવી પરિણીતા પર દુષ્કર્મ
CAનું કારસ્તાન સામે આવ્યું
પીડિત યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે 28મી ફેબ્રુઆરીના રોજ અરુણે પીડિતાને સર્વર રૂમમાં બોલાવી હતી અને યુવતીને કંઈક સમજે તે પહેલા જ અરુણ કનોડિયાએ યુવતીની લાજ લેવાના ઈરાદે છેડતી કરી હતી પીડિતા એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તે બે દિવસ સુધી ઓફિસ જવાનું બંધ કરી દીધું. જ્યારે આ અંગે માતા એ પૂછતા આરોપી CAનું કારસ્તાન સામે આવ્યું હતું અને આખરે પીડિતાએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.