- સુરતમાં મૃતદેહ રઝડ્યો
- મૃતદેહને રોડ પર રાખવામાં આવ્યો
- મૃતક ઓડિસાનો વતની હતો
સુરતઃ શહેરમાં ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ખાનગી હોસ્પીટલમાં દાખલ દર્દીનું મોત થયું હતું. જેથી હોસ્પિટલજનોએ મૃતદેહને રોડ પર જ મૂકી દીધો હતો. આ ઘટનાને લઈને ભારે હોબાળો પણ મચ્યો હતો, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાથી સાબિત થઇ રહ્યું છે કે સુરતમાં માનવતા મરી પરવારી છે. મૃતક મૂળ ઓરિસ્સાનો છે અને અહીં ટેક્સટાઇલમાં કામ કરતો હતો.
આ પણ વાંચોઃ ભાવનગરમાં સર. ટી. હોસ્પિટલમાંથી પરિવાર મૃતદેહને રિક્ષામાં લઈ સ્મશાન પહોંચ્યો
મૃતક પ્રિયા હોસ્પિટલમાં હતો દાખલ
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતા ઓડિયા સમાજના ભગવાન નાયકને પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા ડીપોઝીટ પેટે પૈસાની માંગણી કરવામાં આવી હતી, તો બીજી તરફ યુવકનું મોત થતા તેના મૃતદેહને રોડ પર જ મૂકી દીધો હતો. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને વાતાવરણ થાળે પાડી બન્ને પક્ષકારોને સાંભળ્યા હતા. મૃતકના પરિવારના ગંભીર આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલનું બિલ નહીં ભરતા આવું કૃત્ય કરાયું છે. જો કે, હાલ પાંડેસરા પોલીસ તપાસ હાથ ધરી છે.
મારા પુત્રના મૃતદેહને હોસ્પિટલ બહાર મુકીને ચાલી ગયાઃ સંબંધી
મૃતકના પિતાએ ત્રીનાથ નાયક પિતાએ જણાવ્યું હતું કે મારા પુત્રને તાવ આવ્યો હતો. જેથી તેને અહી દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડૉક્ટરો વિવિધ દવાઓની માંગણી કરવા લાગ્યા હતા. અમે 3,000 જેટલા રૂપિયાની દવા પણ લઇ આવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરોએ કહ્યું હતું કે, થોડો ખર્ચો પણ થશે. ત્યારબાદ 10,000 રૂપિયા ડીપોઝીટ પણ ભરવા કીધું હતું. અમે તે પણ ભરી હતી. ત્યારબાદ ફરી ડીપોઝીટની માગણી કરી હતી.
આ પણ વાંચોઃ અહીં મર્યા બાદ પણ શાંતિ નથી, જૂઓ કોરોના મૃતદેહની દુર્દશા…
ડૉક્ટરોએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે કોરોના પોઝિટિવ છે
આ અંગે ઓરિસ્સા સમાજના જયરામભાઈએ જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણ થતા હોસ્પિટલ આવ્યા હતા. અમે અહીં આવીને જોયું હતું કે ડૉક્ટરોએ પરિવાર પાસેથી 85,000 રૂપિયાની માંગ કરી હતી, પરંતુ પરિવાર આપી શકયો નહોતો. ડૉક્ટરોએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ છે. તો તેને જનરલ વોર્ડમાં કેમ રાખવામાં આવ્યો ? અને જાહેરમાં તેના મૃતદેહને રોડ પર કેમ મૂકી દીધો.
નિવેદનના આધાર પર તપાસ શરૂ
આ મુદ્દે સુરત એફ ડિવિઝનના SPએ જણાવ્યું હતું કે, હાલ અમે તપાસ કરી રહ્યા છે અને હોસ્પિટલ તેમજ પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક કોરોના પોઝિટિવ હતો કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.