- 16 વર્ષનો સામક બન્યો ડોક્ટર
- ચિત્રકળામાં મેળવી અનેક સિદ્ધીઓ
- હાલમાં લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
સુરત: જિલ્લાના વેસુ વિસ્તારમાં રહેતા અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સામક અગ્રવાલે લંડનમાં આયોજિત 2021 પેઇન્ટિંગ સ્કેચમાં ભાગ લીધો હતો. જોકે આ સ્પર્ધા કોરોના કારણકે ઓનલાઇન જ હતી.આ વિદ્યાર્થી દ્વારા પેઇન્ટિંગના શરૂઆત થી લઈને અંત સુધી પોતાનો વીડિયો બનાવી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના કંપનીને મોકલ્યું હતું. ત્યાર બાદ ત્યાંથી તેને તેમના પ્રમાણ પત્રક જોયા બાદ તેને લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આ સ્થાન આપવામાં આવ્યું હતું.
20 મિનીટમા PMનું પેન્ટીંગ
સામકે માત્ર 20 મિનીટ માં જ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્કેચ બનાવ્યું હતું. તે જોઈને સૌથી ઝડપી પેઇન્ટિંગ સ્કેચનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પહેલા તેને ઘણા બધા એવોર્ડ મળી ગયા છે. દિલ્હીની એલિફસ સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટીએ આ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીને આર્ટ્સ ફેકલ્ટીમાં ડોક્ટરની પદવી એનાયત કરી છે. આ પહેલા પણ તેણે સૌથી ઝડપી પેઇન્ટિંગ સ્કેચ બનાવવામાં નવ જેટલા રેકોર્ડ બનાવી ચુક્યો છે.
UAEની કંપની ખરીદે છે સામકના પેન્ટીંગ
સામકેએ અલગ-અલગ પેઇન્ટિંગ સ્કેચ દ્વારા અનોખી સિદ્ધિઓ પણ મેળવી છે.સામક દ્વારા બનાવવામાં આવેલી સ્કેચ પેઇન્ટિંગઓ દુબઈના UAE કંપની દ્વારા ખરીદવામાં આવે છે. આ કંપની ભારતમાંથી ફ્ક્ત 2 જ લોકોના પેન્ટિંગ ખરીદે છે. એમાંથી એક આયુષી ગજ્જર તથા હવે તે કંપની સામક અગ્રવાલ પાસેથી પણ પેઇન્ટિંગ સ્કેચ ખરીદે છે.
આ પણ વાંચો : સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બીજા દાંડી-ઇંચુડી ગામનું મહત્વ જાણો છો?
માતા-પિતાના સહયોગથી મેળવી સિદ્ધી
સામક અગ્રવાલ જણાવે છે કે, જયારે હું ધોરણ-2માં અભ્યાસ કરતો હતો ત્યારે મારા માતા-પિતા દ્વારા મને ફોર્સ કરી મને ડ્રોંઇગ ક્લાસમાં મોકલતા હતા અને બધી જ જગ્યાએથી મારી ફરિયાદો આવતી હતી.બધા મારા માતા-પિતાને કેહતા હતા કે, તમારો છોકરો કંઈ નહીં કરી શકે, પણ મારા માતા-પિતાના સપોર્ટને કારણે અને નવ વર્ષની મેહનત બાદ મેં કેટલાક રેકોર્ડ્સ અને સિદ્ધિઓ મેળવી છે.
સામકે મેળવી અનેક સિદ્ધીઓ
સામક આગળ જણાવે છે કે, "સૌથી પેહલા મને મળ્યું "ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ" ત્યાર બાદ મારો વર્લ્ડ રેકોર્ડ બન્યો અને ઈન્ટર નેશનલ બૂક્સ ઓફ રેકોર્ડમાં ત્યાર બાદ ફરી મને "ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ" મળ્યો ત્યાર બાદ ફરી મેં વર્લ્ડ ઓફ બુકમાં રેકોર્ડમાં સફળતા મેળવી હતી..આ બધી સફળતાઓને લઈને મારા પપ્પાએ મને કહ્યુ હતું કે મારે હોન્ડી ડોક્ટરના ડિગ્રી માટે એપ્લાય કરવું જોઈએ અને મેં અપ્લાય કર્યું તો મને દિલ્હીના યુનિવર્સિટી દ્વારા મને હોન્ડી ડોક્ટરની ડિગ્રી આપવામાં આવી. તેનો શ્રેય હું મારા મમ્મી-પપ્પાને આપીશ".
મિત્રો બોલાવે છે ડો.સામક કહીને
સામક કહે છે કે," મારા સ્કૂલ દ્વારા પણ મારું સન્માન કરવામાં આવ્યું છે.મારા મિત્રો દ્વારા પણ મને ખુબજ સ્પોર્ટ કરવામાં આવ્યું.અને આજે મારા મિત્રો મને પહેલા સામક કેહતા હતા અને હવે "કેમ છો ડોક્ટર" કહીને બોલવે છે. હાલ હું સાઇન્સનો સ્ટુડન્ટ છું હવે હું આઈટીની તૈયારીમાં લાગ્યો છું.હું સાઇન્સમાં પણ પી.એચડીની ડિગ્રી લેવા માંગુ છું".
આ પણ વાંચો : કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી ને આપાતકાલીન ઉપયોગ માટે મળી મંજૂરી
મારી ઈચ્છા છેકે મારુ બાળક આઈઆઈટીની તૈયારીઓ કરે
સામકના માતા જણાવે છે કે, " હું આજે ખુૂબ જ ખુશ છું કે, મારા બાળકે આજે મારું નામ રોશન કર્યું છે.જયારે મારા બાળકે ક્લાસ જોઈન કર્યો હતો ત્યારે તેનૂ ખુબજ ફરિયાદો આવતી હતી કે, તમારો બાળક નહિ કરી શકે. બધા જ ફરિયાદ કરતા હતાકે તેને ક્લાસ માંથી કાઢી નાખો, આ તમારા પૈસાનો બગાડ કરી રહ્યો છે, ત્યારે મેં ક્લાસના સરને કહ્યું કે, તમને ફીસથી મતલબ રાખો. મારુ બાળક આજે નહિ તો કાલે કરીને બતાવશે. આજે નવ વર્ષ બાદ મારા બાળકે મને એ કરીને બતાવ્યું અને તેને ડોક્ટરની પદવી મળી છે. મારા બિલ્ડીંગવાળા મને ફરિયાદો કરતા હતા કે તમારો બાળક કઈ કરી શકશે, પણ મારા દીકરાએ કરીને બતાવ્યું. મારી ઈચ્છા છેકે મારુ બાળક વિદેશ જાય અને દુનિયા માટે સારા કામ કરે".
મને ખુબજ ગર્વ અનુભવ થાય
સામકના પિતા જણાવે છે કે," હું ઇલેક્ટ્રોનિક અને કાપડ વેપાર સાથે જોડાયો છું. મને મારા દિકરા પણ ઘણો ગર્વ છે. હું લોકોને એમ કેહવા માંગુ છુ કે. જે તમે તમારા બાળકને યોગ્ય માર્ગદર્શન અને સહયોગ આપશે તો તેમને સફળતા ચોક્કસ મળી રહે છે .મને બધા એમ કહે છે કે, તમારો બાળક આટલો હોંશીયાર કઈ રીતે થઇ ગયો તો મને પણ ખુબજ ગર્વ થાય છે.આ જે પિતાથી મોટો થઇ બાળક આગળ વધે છે.તો ખુબજ ગર્વ અનુભવું છું. મારી ઈચ્છા છે કે, મારું બાળક આઈ.આઇ.ટી કરી યુપીએસસી કરી દેશના સરકારને સેવા આપે".