- વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પરિશ્રમ કરીને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં A 1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ
- સુરતમાં કોરોનાકાળમાં રોજગારી ગુમાવનાર રત્નકલાકારોના બાળકોની સંખ્યા વધારે
- પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં તેઓએ દિવસરાત પરિશ્રમ કર્યો
સુરત: આજે જાહેર થયેલા ધો.12 સામાન્યપ્રવાહ ( Std.12 General stream result ) પરિણામમાં એ વન ગ્રેડ મેળવનાર શિરોયા સૃષ્ટિએ જણાવ્યું હતું કે, 'જ્યારે ધોરણ પાંચમાં હતી ત્યારે પિતા મૃત્યુ પામ્યા હતાં. માતા સિલાઇ મશીન ચલાવીને ઘર ચલાવે છે તેમની મદદ કરતી હતી અને સાથોસાથ ભણતર પણ કર્યું છે હું સી.એ બનવા માગુ છું. ક્લાસમાં એડમિશન લીધું છે, ખૂબ મહેનત કરીશ અને માતાની મદદ કરીશ. ઓનલાઇનના કારણે ભણવામાં તકલીફ થઈ. જો રૂબરૂ ભણવાનું આવ્યું હોત તો કદાચ આજે મારા પર્સન્ટેજ વધારે આવ્યાં હોત'
પિતાજીને કારખાનામાંથી રજા મળી ગઈ હતી
Std.12 General stream result માં પાનસુરીયા તૃષાલે પણ એ વન ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા રત્ન કલાકાર છે. તેણે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પિતાજીને કારખાનામાંથી રજા મળી ગઈ હતી. લોકડાઉન ખુલ્યા બાદ સ્થિતિ સામાન્ય પણ થઈ, ખૂબ જ મહેનત કરેલી 4 થી 5 કલાક ભણવાનું થતું હતું. શિક્ષકોએ અમારી ખૂબ જ મદદ કરી છે. લાગતું હતું કે પરીક્ષા થશે તો ખૂબ જ સારા માર્ક્સ આવશે પરંતુ કોરોનાના કારણે પરીક્ષા લેવામાં આવી નથી તેનો અફસોસ છે. માસ પ્રમોશન મળ્યું છે પરીક્ષા લેવાઈ હોત તો વધારે માર્ક્સ આવ્યા હોત. પરીક્ષાના લેવાના નિર્ણયથી દુઃખ થયું હતું. પરંતુ આ બધું ભૂલીને હું આગળ વધવા માગું છું અને સીએ બનવા માગુ છું.
આ પણ વાંચોઃ ધોરણ 12ના સમાન્યપ્રવાહનું પરિણામ જાહેર, બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ
આ પણ વાંચોઃ સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને હજી પાઠ્યપુસ્તક મળ્યા નથી