- સુરત જિલ્લામાં Jan Ashirwad Yatra યોજાઈ
- કેબિનેટપ્રધાન નરેશભાઈ પટેલ હાજર રહ્યાં
- કેન્દ્રીયપ્રધાન સહિત મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યાં
સુરતઃ આજથી સુરત જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાની (Jan Ashirwad Yatra ) શરૂઆત કરવામાં આવી છે. ભેંસાણ ગામેથી આ યાત્રાની શરૂઆત કરતાં પૂર્વે ચોર્યાસી તાલુકાના ભાજપ પરિવાર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટપ્રધાન નરેશભાઈ પટેલ (Cabinet Minister Nareshbhai Patel) હાજર રહ્યાં તથા ધારાસભ્ય ઝંખના પટેલ ઉપસ્થિત હતાં. કાર્યક્રમ પત્યાં બાદ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.
કેન્દ્રીયપ્રધાન સહિત મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યાં
એક બાજુ રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરને નિવારવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે. તો બીજી બાજુ એજ સરકારના નેતાઓ, ધારાસભ્યો તથા કાર્યકર્તાઓ જ પોતે કોરોના ગાઈડલાઇનનું પાલન કરતા નથી અને મોટી મોટી વાતો કરતા રહે છે. આજ નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પોતે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એમ (Jan Ashirwad Yatra ) કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર જોવા મળ્યાં હતાં.
કેબિનેટપ્રધાનઃ પ્રજાને પ્રશ્નોને અમે સમજી શકીએ છીએ
નરેશભાઈ પટેલે (Cabinet Minister Nareshbhai Patel) કહ્યું કે ગુજરાત સરકારના પ્રધાન તરીકે હું વિશ્વાસ આપું છું કે જે રીતે અમને મોદી સાહેબે આંગળી ચીંધીને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તાએ ચોક્કસપણે અમારી નવી સરકાર એટલે કે ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અમે કામ કરવાના છીએ. અમે પણ વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે. પ્રજાને પ્રશ્નોને અમે સમજી શકીએ એવી અમારી પાસે પણ અનુભવ છે. આવનારા દિવસોમાં મને મળેલું દાયિત્વ મને મળેલા બંને વિભાગ જે ખરેખર ગરીબોની સેવા માટે મને મળેલા છે, હું એનાથી ખુશ છું કે આ બંને વિભાગો ગરીબમાં ગરીબ લોકોની ખૂબ જ સારી રીતે સેવા કરી શકું એ પ્રકારનું મને દાયિત્વ મળ્યું છે. હું અપેક્ષા રાખું છું પ્રભુ પાસે કે પ્રમાણિકતાથી આવનારા દિવસોમાં લોકોની સુખાકારીમાં મારો વિભાગ મદદરૂપ થાય.
આ પણ વાંચોઃ રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન રૂપાલા રહ્યા હાજર, કહ્યું- ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય
આ પણ વાંચોઃ સુરતમાં સૂર્યપૂત્રી તાપી નદીનું જળસ્તર વધતા ફ્લડ ગેટ બંધ કરવાનો નિર્ણય કરાયો, 90 લોકો સલામત સ્થળે ખસેડાયા