- 21મી ફેબ્રુઆરીનાં રોજ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે
- ભાજપ અને કોંગ્રેસ બંંનેના સ્ટાર પ્રચારકો મતદાતાઓને રીઝવશે
- તાજેતરમાં જ AAPનાં મનીષ સિસોદિયાએ ભવ્ય રોડ-શો યોજ્યો હતો
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીંનાં ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં લાગ્યા છે. ત્યારે આજે બુધવારના રોજ રાજકોટમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ શહેરના અલગ-અલગ વિસ્તારમાં લોકસંપર્ક તેમજ જનસભાઓને ગજવશે. ભાજપ અને કોંગ્રેસના બંનેના સ્ટાર પ્રચારકો રાજકોટમાં સભા કરવાના હોવાથી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે વિસ્તારનાં લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીનો કાર્યક્રમ
- મહિલા સંમેલન: વોર્ડ નં.11-12, સાંજે 6 કલાકે
- જાહેરસભા-1: વોર્ડ નં.13, સાંજે 7 કલાકે
- જાહેરસભા-2: વોર્ડ નં.14, સાંજે 8 કલાકે
- જાહેરસભા-3: વોર્ડ નં.03, સાંજે 9 કલાકે
હાર્દિક પટેલની રાજકોટમાં સભાઓ
- જાહેરસભા-1: વોર્ડ નં.04, સાંજે 6 કલાકે
- જાહેરસભા-2: વોર્ડ નં.05-06, સાંજે 7 કલાકે
- જાહેરસભા-3: વોર્ડ નં.08-13, સાંજે 8 કલાકે
- જાહેરસભા-4: વોર્ડ નં.11-12, સાંજે 9 કલાકે