સુરતઃ સુરતમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે, ત્યારે અનલોક-1 અને અનલોક-2ની ગાઈડલાઈન મુજબ, સંપૂર્ણ ગુજરાતમાં એસટી બસ તથા ખાનગી બસ જરૂરી નિયમો સાથે શરૂ કરવામાં આવી હતી.
સુરતમાં સતત કેસો વધતા તમામ એસટી બસો અને ખાનગી બસનું સંચાલન 27 જુલાઇથી લઇને 5 ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવ્યું હતું. જેને 6 ઓગસ્ટ એટલે કે આજથી વધુ 7 દિવસ લંબાવવામાં આવ્યું છે. એટલે કે વધુ એક અઠવાડિયું સુરતમાં એસટી સેવા બંધ રહેશે.
એસટી બસ અને ખાનગી બસ સુરતથી બીજે ક્યાંય જઈ શકશે નહીં. તેમજ બહારથી આવતી બસો સુરતમાં પ્રવેશી શકશે નહીં. ખાનગી ફોરવીલ અને લોડિંગના પરિવહન સાધનો તેમજ ટ્રક રાબેતા મુજબ ચાલુ રહેશે.