ETV Bharat / city

Special drive by Police: પોલીસના ટોળાં બેફામ પૈસાની ઉઘરાણી કરતાં હોવાનો કુમાર કાનાણીનો આક્ષેપ - ઓન રોડ સેફ્ટી

ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહપ્રધાન(State Minister for Home Affairs) હર્ષ સંઘવીને પત્ર લખીને હેલ્મેટ અને સીટ બેલ્ટ માટેની ડ્રાઈવ રદ રાખવા માંગ કરી છે. પોલીસના ટોળાં બેફામ ઉઘરાણી કરતાં હોવાને પગલે કાનાણીએ આ માગણી કરી છે.

Special drive by Police:પોલીસના ટોળા બેફામ પૈસાની ઉઘરાણી કરી રહેલ છે: કુમાર કાનાણી

author img

By

Published : Mar 9, 2022, 4:10 PM IST

સુરત: પૂર્વ આરોગ્યપ્રધાન અને ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના ગૃહપ્રધાન(State Minister for Home Affairs) હર્ષ સંઘવીને પત્ર લખીને હેલ્મેટ અને સીટ બેલ્ટ માટે કરવામાં આવી રહેલી ડ્રાઈવ રદ રાખવા માગ કરી છે. તેઓએ લખેલા પત્રમાં પોલીસના ટોળા ઉભા રહીને બેફામ ઉઘરાણી તેમજ લોકોની હેરાનગતિ વધી ગઇ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલ માટે

સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી (On Road Safety) દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં (Safety Council meeting)હેલ્મેટ નહીં પહેરવાના કારણે અને સીટ બેલ્ટ (Helmet and seat belt safety)નહીં બાંધવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર(Mortality in accidents) તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયાનું સામે આવ્યું છે. અકસ્માતનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિકના નિયમોની (Traffic rules)સુયોગ્ય અમલવારી માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના શક્ય તેટલા વધારે કેસ કરવા કહેવામાં આવ્યું છે. આ કારણે આગામી 6 માર્ચ, 2022 થી 15 માર્ચ, 2022 દરમિયાન હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસ અંગે સ્પેશિયલ ડ્રાઈવ યોજવા તથા આ ડ્રાઈવ દરમિયાન આ નિયમોના ભંગને લગતા શક્ય તેટલા વધારે કેસ કરવા કહેવામાં આવ્યું છે. રવિવારથી સુરતમાં પણ પોલીસની ડ્રાઈવ શરુ થઇ ગયી છે. ત્યારે આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના ગૃહ મંત્રીને એક પત્ર લખ્યો છે જેને લઈને રાજકારણ ફરી એક વખત ગરમાયું છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી સુરત ટ્રાફિક DCPને દંડ વસુલાત બાબતે લખ્યો પત્ર

બેફામ પૈસાની ઉઘરાણી

કુમાર કાનાણીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે 6 માર્ચ, 2022 થી 15 માર્ચ, 2022 સુધી હેમલેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ (Hamlet and seat belt campaign)ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેને ધ્યાને લેતા અને હાલ Covid-19ની પરિસ્થતિ હાલમાં જ કાબૂમાં આવી છે. જે સામાન્ય પ્રજા હાલ જ બંધનમાંથી મુક્ત થયેલી છે. તેથી આ હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો (Seat belt violation cases)અંગેની ડ્રાઈવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખુબ મુશ્કેલભર્યો છે. તેમજ શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહીને બેફામ પૈસાની ઉઘરાણી કરે છે. તેમજ તેમની હેરાનગતિ વધી છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રદ કરવા માટે મારી ભલામણ છે.

આ પણ વાંચો: Traffic Police Special Drive: સુરતમાં હેલમેટ ન પહેરનાર અને સીટ બેલ્ટ ન બાંધનારને પકડવાની ડ્રાઇવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.