- રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ બન્યો
- સામાન્ય પરિવારમાંથી આવતો સ્વપ્નિલ નોકરી સાથે અભ્યાસ કરતો હતો
- કર્નલ સ્વપ્નિલે મહેનત કરી સેનામાં જોડાવાની સિદ્ધ મેળવી
- ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા સ્વપ્નિલનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું
- યુવાઓને દેશની સેવામાં ફરજ બજાવવા પ્રેરિત કરશે
સુરતઃ સુરત શહેરના ડીંડોલી ખાતે આવેલા ખોડલકૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ ગુલાલે ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર બન્યાં છે. સ્વપ્નિલના પિતા સુરેશભાઈ ગુલાલે નિવૃત્ત પોસ્ટ માસ્ટર છે. સ્વપ્નિલ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો. કોલેજના અભ્યાસમાં એન.સી.સી જોઈન કરી હતી. એન.સી.સી દરમિયાન કમાન્ડોને જોઈને પ્રેરિત થયો હતો. એન.સી.સીમાં અનુશાસન અને કમાન્ડોને મળતું માન-સન્માન તેમજ દેશની સેવા કરવી કોલેજ સમયમાં જ સ્વપ્નિલે નક્કી કરી લીધું હતું. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પુરું કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને અભ્યાસની સાથે સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો. તે કોલેજમાં અને ખાનગી ટ્યુશનમાં બાળકોને ભણાવતો હતો. આબુ,સાપુતારા અને રાયગઢમાં એન.સી.સી કેમ્પમાં ભાગ લીધો હતો, ત્યાં આખરી ટેકરીઓમાં ઉપર પર્વતારોહણ કર્યું હતું.
આ પણ વાંચોઃ 75થી વધુ વર્ષ પહેલાં ભારતમાં ગુમ થયેલા અમેરિકાના 400 સૈનિકોની ઓળખ કરશે NFSU
આર્મી ઓફિસર બનવા સુધી પરિવારનો સાથ
આખરે તે દિવસ આવી ગયો જેની રાહ સ્વપ્નિલ અને તેનો પરિવાર જોતાં હતાં. આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ આખરે સ્વપ્નિલની સેનામાં પસંદગી થઈ હતી. 11 મહિના સુધી ચેન્નાઇ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી હતી અને પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ કર્નલ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે. સ્વપ્નિલ લેફ્ટનન્ટ કર્નલ ઓફિસર બનવાની સાથે યુવાઓને દેશની સેવામાં ફરજ બજાવવા પ્રેરિત કરશે. જરૂરિયાતમંદ બાળકો સુધી આર્મીને લગતી અભ્યાસની તમામ માહિતી આપશે સ્વપ્નિલના પિતા રિટાયર્ડ પોસ્ટ માસ્ટર સુરેશભાઈ ગુલાલે જણાવ્યું હતું કે મારા રિટાયરમેન્ટને 6 વર્ષ થઈ ગયા. બંને પુત્રોને જે બનવા માંગતા હોય એ પૂરેપૂરી છૂટ આપી હતી. પુત્રએ આર્મીમાં જવાનું નક્કી કરતાં તેને પૂરેપૂરી છૂટ આપી હતી. આજે પુત્ર લેફ્ટનન્ટ કર્નલ ઓફિસર બની ગયો છે. એક પિતા માટે ગર્વની વાત છે. સાથે જ સ્વપ્નિલની માતાએ જણાવ્યું હતું કે પુત્ર આર્મીમાં જવા માગતો હતો. પરંતુ પહેલી ઘડીએ મેં તેને ના પાડી દીધી હતી. પુત્રએ જીદ કરતાં જણાવ્યું હતું કે જો હું ચોક્કસ સારો ઓફિસર બનીને તમને બતાવીશ. મેં પુત્રને હા પાડતા આજે મારો પુત્ર લેફ્ટનન્ટ કર્નલ ઓફિસર બની ગયો છે. આ મારો જ પુત્ર નહીં રહ્યો આજે આખા ભારતનો દેશનો પુત્ર છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારની Faceless અને Paperless ભરતી: 2938 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો અપાયા