ETV Bharat / city

જાહેરમાં ધુળેટીની ઉજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ન યોજવા SMCએ આપી સૂચના - સુરત મહાનગરપાલિકા

સુરતની કાપડ માર્કેટમાં હોળી નિમિત્તે દર વર્ષે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમને રદ્દ કરવા અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થયો છે. કાપડ માર્કેટમાં પણ કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

સુરત મર્કન્ટાઇલ એસોસિયેશન
સુરત મર્કન્ટાઇલ એસોસિયેશન
author img

By

Published : Mar 13, 2021, 7:04 PM IST

  • હોળી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમને રદ્દ કરવા માટે SMC દ્વારા સૂચના
  • ટેક્સટાઈલ માર્કેટમાંથી 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • સુરતમાં ફરી કોરોના કેસો વધતા લેવાયો નિર્ણય

સુરત : કાપડ માર્કેટમાં હોળી નિમિત્તે દર વર્ષે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમને રદ્દ કરવા અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. કાપડ માર્કેટમાં પણ કોરોના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે, જેથી ટેક્સટાઈલ માર્કેટમાંથી 18 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દ્વારા ત્રણ કાપડ માર્કેટને બંધ કરી દેવામાં આવી હતી. સુરત મર્કન્ટાઇલ એસોસિએશન દ્વારા સુરત મનપા કમિશનરને મળીને બંધ કાપડ માર્કેટને ફરી ખોલવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી.

ત્રણ માર્કેટ બંધ છે, તેને ખોલવા માટે કરાઇ રજૂઆત

આ પણ વાંચો - દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ત્રણ દિવસ દ્વારકાધીશ જગત મંદિર પ્રવેશ પર પ્રતિબંધ

સ્નેહમિલન કાર્યક્રમનું આ વર્ષે આયોજન નહીં કરવા સૂચના

અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ મુલાકાત લીધી હતી. જેમાં કાપડ માર્કેટમાં હોળી નિમિત્તે યોજાતાં સ્નેહમિલન કાર્યક્રમનું આ વર્ષે આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 45થી વધુ ઉંમર ધરાવતા લોકોને કોરોના વેક્સિન લેવા માટે નોંધણી કરાવી લેવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - હોળીની મસ્તીમાં મગ્ન બોલિવૂડ સેલેબ્સ, જુઓ કલરફુલ અંદાજ

વેપારીઓ ભેગા થઈને પુષ્પવર્ષા અને રંગોથી હોળીની કરે છે ઉજવણી

નોંધનીય છે કે, દર વર્ષે હોળી ધુળેટી નિમિત્તે શહેરની મોટાભાગની કાપડ માર્કેટમાં એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેમાં વેપારીઓ ભેગા થઈને પુષ્પવર્ષા અને રંગોથી હોળીની ઉજવણી કરતા હોય છે.

આ પણ વાંચો - સુરત જિલ્લામાં ત્રણ સ્થળે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનો પ્રારંભ

બીજી તરફ સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાધુએ જણાવ્યું હતું કે, જે 3 માર્કેટ બંધ છે, તેને ખોલવા માટેની રજૂઆત સુરત મહાનગરપાલિકાના કમિશનરને કરી છે. આ સમયે સામાજિક અને વ્યાપારિક સંસ્થાની કોરોના સંક્રમણ અને રસીકરણ મુદ્દે કમિશનર દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી.

આ પણ વાંચો - હોળી ધુળેટી પર લાગશે કોરોનાનું ગ્રહણ? રાજ્ય સરકાર કરશે સત્તાવાર જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.