સુરત : રક્ષાબંધનનો તહેવાર નજીક (Raksha bandhan 2022) આવી રહ્યો છે ત્યારે બહેનો પોતાના ભાઈઓ માટે રાખડીની ખરીદી કરતી જોવા મળી રહી છે. પરંતુ દેશના જવાનો માટે સુરતની વુમન્સ બાઈક રાઈડર દ્વારા આ વખતે એક નવી પહેલની શરૂઆત કરી છે. સુરતથી કચ્છ BSF બોર્ડર સુધી બાઈક રાઈડ કરી જવાનોને રાખડી બાંધવા જઈ રહ્યા છે. "એક રાખી જવાનો કે નામ સડક સે સરહદ તક કી સુરક્ષા " અંતર્ગત શહેનની સાત બહેનો દ્વારા સ્કૂલની દીકરિઓએ(Raksha bandhan Festival 2022) બનાવેલી રાખડીઓ તે ઉપરાંત શુભેચ્છા કાર્ડ જવાનોને આપશે.
આ પણ વાંચો : Sweet Prices on Raksha Bandhan: આ તહેવારોમાં મીઠાઈનો સ્વાદ બનશે 'કડવો'
એક રાખી જવાન કે નામ - બાઈકિંગ વિંગસ દુરરીયા તાપીયાએ જણાવ્યુ હતું કે, અમે લોકો રાખડી મોકલાતા નથી, પરંતુ અમે રાખડી લઈને જઈએ છીએ. એક રાખી જવાન કે નામ આ કેમ્પઇન લઈને આજે અમે લોકો કુલ 7 બહેનો બાઈક રાઈડર છીએ. આ રાઈડ (Bike Ride from Surat) કરવાનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે, આવતી 11મી ઓગસ્ટના રોજ રક્ષાબંધન આવી રહી છે. તો આપણી સુરક્ષા માટે જવાનો બોડૅર ઉપર ઉભા હોય છે. જેને કારણે આપણે બધા સુરક્ષિત છીએ. એના કારણે એ લોકો (Women bike rider from Surat) પોતાના ઘરે જઈ શકતા નથી. એના માટે અમે લોકો આજે રાખડી મોકલાવતા નથી પરંતુ અમે રાખડી લઈને જઈએ છીએ.
આ પણ વાંચો : Raksha Bandhan 2022 : મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી મચાવી રહી છે ધૂમ
દીકરીઓએ રાખડીઓ બનાવી - બાઈકિંગ વિંગસે વધુમાં જણાવ્યું કે, અમારી સાથે છથી સાત સ્કૂલો જોડાઈ હતી. તે સ્કૂલની દરેક દીકરીઓએ પોતે પોતાના હાથથી રાખડીઓ બનાવી તે ઉપરાંત તેઓએ શુભેચ્છા પણ લખીને મોકલી છે. આ બધું જ અમે બોર્ડર (Surat Raksha bandhan 2022) ઉપર લઈને જઈએ છીએ ત્યાં જવાનોને રાખડી બાધીશું. ઉલ્લેખનીય છે કે, દેશ મહિલાઓ આજે પણ કોઈ પણ તહેવાર આવે એટલે સરહદ પર ઊભેલા જવાનોને યાદ કરે છે. ત્યારે આ વર્ષે પણ જવાનોનો રાખડી બાંધની ખુશી મેળવશે. આ પહેલા સુરતની આ બાઇકિંગ વિંગ્સ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે, ત્યાં જવાનોને રાખડી બાંધશે. ત્યારબાદ ત્યાંથી કચ્છ બોર્ડર BSF કેમ્પ ઉપર જશે.